Jai Hind

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા.30મીથી યોજાશે 45296 વિદ્યાર્થીઓની પરીક્ષા

ગેરરીતિ રોકવા 120 કેન્દ્રો પર 55 ઓબ્ઝર્વર રાખશે નજર

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આગામી તા.30ને સોમવારથી નેશનલ એજયુકેશન પોલીસી (એનઈપી) અંતર્ગત પ્રથમ પરીક્ષા લેવામાં આવનાર છે. યુનિ.ની પ્રથમ તબકકાની સ્નાતક કક્ષાની સેમ-6 અને અનુસ્નાતક કક્ષાની સેમ-4ની આ પરીક્ષામાં 45296 વિદ્યાર્થીઓ બેસનાર છે. આ અંગેની તૈયારીઓને યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા આખરીઓપ આપી દેવામાં આવેલ છે. જેમાં બીએ સેમ-6ના 13686, બીએ આઈડી સેમ-6ના 15 બીએસડબલ્યુ સેમ-6ના 328 એમએ રેગ્યૂલર સેમ-4ના 738 એમએ એકસટર્નલ સેમ-4ના 1466 એમએસડબલ્યુ સેમ-4ના 468 બીબીએ સેમ-6ના 2992 બીકોમ સેમ-6ના 11493 એમકોમ રેગ્યુલર સેમ-4ના 1544 એમકોમ એકસર્ટનલ સેમ-4ના 1310 બીસીએ સેમ-6ના 5903 બીએસસી સેમ-6ના 1268 બીએસસી આઈટી સેમ-6ના 468 એમએસસી સેમ-4ના 585 એમએસસી (આંકડા શાસ્ત્ર) સેમ-4ના 13 બીએસસી (એચએસ) સેમ-6ના 165 એમએસસી (એચએસ) સેમ-4ના 50 એલએલબી સેમ-4ના 50 એલએલબી સેમ-6ના 2311 બીએ એલએલબી સેમ-6ના 76 બીએ એલએલબી સેમ-8ના 51 બીએ બીએડ સેમ-6ના 44 એમપીએડ સેમ-4ના 14 બીઆરએસ સેમ-6ના 114, બીઆરએસ સેમ-4ના 113 એમઆરએસ સેમ-4ના 45 બીપીએ સેમ-6ના 15 એમપીએ સેમ-4ના 24 મળી કુલ 45296 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસનાર છે. આ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિના બનાવો ડામવા માટે કડક પ્રબંધો કરવામાં આવેલ છે.