Jai Hind

ધારી તાલુકાના મીઠાપુર નકકી ગામનો બનાવ આ જમીન અમારી છે તેમ કહી યુવાન પર કોદાળીથી જીવલેણ હુમલો

હુમલાખોરો સામે પોલીસમાં ફરિયાદ

જુનાગઢ રહેતાં નરેશભાઇ અરજણભાઇ સોલંકી નામનાં 39 વર્ષીય ખેડુત તથા તેના મિત્ર સિધ્ધરાજભાઇ નટુભાઇ ખુમાણ બન્ને ગત તા.23 ના ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામે નરેશભાઇએ વેચાણથી રાખેલ ખેતરમા આટો મારવા ગયેલ હતા. ત્યારે ધારી તાલુકાના બોરડી ગામે રહેતાં લાલજીભાઇ ઉર્ફે લલીતભાઇ હરજીભાઇ શીરોયા, ભદ્રેશભાઇ હરજીભાઇ શીરોયા, અશોકભાઇ શીરોયા, નારણભાઇ શીરોયા તથા સુરેશભાઇ પાંચાભાઇ કોટડીયા સહિત પાંચેય આરોપીઓએ નરેશભાઇના ખેતરમા ટ્રેકટર ચલાવતા હતા. જેથી નરેશભાઇએ આરોપીઓને કહેલ કે, આ જમીન અમે તથા સીધ્ધરાજભાઇએ વેચાતી રાખેલ છે. જેનો દસ્તાવેજ તેમની પાસે છે. અને 7-12 માં પણ અમારૂં નામ આવે છે. અને તમારી પાસે આ જમીનના આધાર પુરાવા હોય તો બતાવો તેમ કહેતા પાંચેય આરોપીઓએ નરેશભાઇ તથા તેમનાં મિત્રને ગાળો દેવા લાગેલ હોય જેથી આરોપીઓને ગાળો બોલવાની ના પડતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ સીધ્ધરાજભાઇને કોદાળીનો એક ધા અને બીજાં આરોપીઓએ હાથમા રહેલ લોખંડની ખપાળીનો એક ધા નરેશભાઇના ડાબા હાથે મારી તેમને પણ ફેકચર કરી તથા માથાના ઉપરના ભાગે કોદાળીનો એક ધા માર મારી ગંભીર ઇજાઓ કરી આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધારી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.