Jai Hind

ખંભાળીયામાં સ્વાગત કાર્યક્રમમાં દબાણ, જમીન રી-સર્વેના પ્રશ્ર્નોની રજુઆત

જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ સંપન્ન

ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કલેકટરે સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં આવેલી અરજીઓને ક્રમાનુસાર ધ્યાને લઈ જરૂરી નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જમીન રી-સર્વે બાદ નકશામાં ભુલ સુધારા બાબત, પ્લોટ પર ગેરકાયદે દબાણ બાબત, વીજ ટ્રાન્સફોર્મરને લીધે થયેલ નુકસાન બાબતની અરજદારોની રજૂઆત સામેલ હતી. સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણિયા, ડીવાયએસપી વિસ્મય માનસેતા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.