Jai Hind

નેશનલ હાઇવે દ્વારા પિક અપ સ્ટેન્ડ નહિં મૂકાતા હવે લોકોએ આ કામ હાથ ધર્યું

અડવી ગામે પિતાની યાદમાં પુત્રએ પિક અપ સ્ટેન્ડ મુકાવ્યું, લોકોમાં રાહત

કોડીનાર તાલુકાના અડવી ગામે એક પુત્ર એ પિતા ની યાદ માં પિકઅપ સ્ટેન્ડ મુકાવી લોકો ની તકલીફ દૂર કરી છે.પણ બાબત નેશનલ હાઇવે ને ક્યારે સમજાશે તે જોવાનું રહ્યું.
કોડીનાર થી ઉના વચ્ચે ના ચાલીસ કી મી.ના અંતરમાં નેશનલ હાઇવે દ્વારા પિકઅપ સ્ટેન્ડ મૂકવા ની જવાબદારી છે.રોડ નું કામ બે વર્ષ થી પૂરું થયું છે.પણ હાઇવે ઓથોરિટી દ્વારા ઉના કોડીનાર વચ્ચે એક પણ ગામે મુસાફરો ને બેસવાની કે છાયાડા ની સુવિધા આપી નથી.વારંવાર ની રજૂઆતો પણ બહેરા કાને અથડાય છે.પણ પિક અપ સ્ટેન્ડ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી.લોકો અને ગામો ના આગેવાનોનો રજૂઆત કરી ને થાકી ગયા પણ લોકો ની તકલીફ નેશનલ હાઇવે ના અધિકારીઓ ને હજુ નથી સમજાય…! ઉના કોડીનાર વચ્ચે બાર ગામો આવેલા છે.મુસાફરો ને બહાર ગામ જવા બસ સ્ટોપ ઉપર આવે તો અહી બેસવાની ,સુવિધા ન હોય , છાયો ન હોય ,પીવા ના પાણી ની સુવિધા ન હોય ત્યારે ઉનાળા ના કાળઝાળ તડકા માં અહી ઉભવું બહુ મુશ્કેલી ભર્યું છે.ચોમાસા માં પણ વરસાદ થી બચવા છાપરી નથી.
લોકો ની મુશિબત સમજવા નેશનલ હાઇવે ના અધિકારીઓ એ ક્યારેય પ્રયત્ન કર્યો નથી.પણ આ વિસ્તાર ના લોકોમાં રામ જરૂર વસ્યા છે.થોડા દિવસ પહેલા માલગામ ગ્રામ પંચાયતે ધારાસભ્ય શ્રી ની ગ્રાન્ટ માંથી પીક અપ સ્ટેન્ટ નું નિર્માણ કરી લોકોને સુવિધા આપી છે.તો ડોળાસા ગામ ના હાડકા ના તબીબ અને અડવી ગામ ના વતની ડો.વિરલભાઈ વાઢેળ દ્વારા તેમના પિતા સ્વર્ગસ્થ પિતા કાળાભાઈ વરજાંગભાઈ વાઢેળ ની સ્મૃતિ માં પિક અપ સ્ટેન્ડ મૂકવી અડવી ગામ ના મુસાફરો ને મહત્વ ની સુવિધા આપી છે.