સામાન બીજા માળે લઈ જતા શ્રમિકનું લીફટમાં માથું દબાઈ જતા મોત
શહેરમાં ત્રિકમનગર વિસ્તારમાં મામલતદાર કચેરી પાછળ રહેતા બળદેવભાઈ ખેતાભાઈ કોલીના 23 વર્ષીય પુત્ર દયારામ ઉર્ફે દયાલની કરપીણ હત્યા કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી દિનેશ તળશી કોલી અને પરબત પ્રતાપ કોલી ફરિયાદીના ઘર પાસે બેસીને ગાળો બોલતા હતા.
આ સમયે મૃતક દયારામે તેઓને ઘર પાસે ગાળો ન બોલવા અને ત્યાં ન બેસવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતનું મનદુ:ખ રાખીને દિનેશ તળશી કોલો, દિલીપ તળશી કોલી, હરેશ ઉર્ફે મુકેશ તળશી કોલી અને પરબત પ્રતાપ કોલીએ પૂર્વ આયોજન કાવતરાના ભાગરૂપે દયારામ પર હુમલો કર્યો હતો. ઝઘડા દરમિયાન બે આરોપીઓએ દયારામને પકડી રાખ્યો હતો, જયારે અન્ય આરોપીઓએ તેના પેટના ભાગે અને સાથળ પર છરીના જીવલેણ યા ઝીંકી દીધા હતા.
ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું મોત નીપજ્યું હતું. રાપર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી. મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા. કડક પગલાંની માંગ કરી હતી.
યુવાનનું મોત
શહેરમાં આવેલ વતન મસાલા સુપર માર્કેટમાં કામ કરતા યુવાનનું લિફટમાં ફસાઈ જવાથી મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ બાબતે રાપર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ તકિયાવાસમાં રહેતા 28 વર્ષીય કેતનભાઈ પુંજાભાઈ ગામી (પટેલ)નું અકસ્માતે મોત નીપ જયું છે. બનાવની વિગત મુજબ, કેતનભાઈ માર્કેટમાં લિફ્ટ દ્વારા સામાન બીજા માળે લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેઓએ લિફટની બહાર મોટું કાઢ્યું હતું. આ સમયે ખુલ્લી લિકટ અને ઉપરના પિલર વચ્ચે તેમનું માથું આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેઓને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.
બનાવ એટલો ગંભીર હતો. કે, મોટા પ્રમાણમાં લોહી વહી જવાના કારણે સ્થળ પર કંપારી છૂટે તેવા દ્રશ્યો સર્જાયા હતા. હતભાગી યુવાન છ મહિના પહેલાં અહીં નોકરીએ લાગ્યો હતો અને સંતાનમાં સાત મહિનાનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમજ આ બનાવથી લિફટની જાળવણીમાં બેદરકારી સહિતના સવાલો પણ ઉઠ્યા હતા.