Jai Hind

વાંકાનેરમાં માનસિક બિમારીથી કંટાળી મહિલાએ જીંદગી ટુંકાવી

સામાકાંઠા વિસ્તારના મફતિયાપરામાંથી 312 દારૂની બોટલ ઝડપાઈ

વાંકાનેરમાં છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારીથી પીડિત 38 વર્ષીય મહિલાએ ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. વાંકાનેર શહેરના કુંભારપરા શેરી નં. 6 માં રહેતા સાલુબેન ઉર્ફે સાલીની દીપકભાઈ મંછારામભાઈ દુધરેજીયા ઉવ.38એ માનસિક બીમારીના કારણે કંટાળી જઈ પોતાના ઘરના બીજા માળે રૂમમાં પંખા સાથે ચુદળી બાંધી ગળેફાસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. મૃતક સાલુબેનને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક તકલીફ હતી અને તેની સારવાર પણ ચાલુ હતી. બનાવ અંગે પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મો દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
312 બોટલ સાથે એક પકડાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર મફતીયાપરામાં પૂર્વ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે રેઇડ કરી હતી, જ્યાં રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની અલગ બ્રાન્ડ અને ક્ષમતાની 312 નંગ બોટલ મળી આવતા આરોપી મકાન-માલીકની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ઈંગ્લીશ દારૂનો જથ્થો પૂરો પાડનાર આરોપીનું નામ ખુલતા તેને પોલીસે ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, શોભેશ્વર રોડ ઉપર મફતીયાપરામાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિશાદ પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું ખાનગી ગેરકાયદેસર વેચાણ કરે છે, જેથી તાત્કાલિક પોલીસે ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરતા, જ્યાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડ અને માપ સાઈઝની 312 નંગ બોટલ કિ.રૂ. 37,920/- મળી આવી હતી. આથી આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ વસુદેવભાઈ નિશાદ ઉવ.22 ની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો આરોપી આબિદ હસનભાઈ ભટ્ટી રહે. મોરબી વાળો આપી ગયો હોવાની કબૂલાત આપી હતી. હાલ બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.