શિકરા ગામના 30થી વધુ શખ્સો હથિયાર સાથે તુટી પડ્યા : ફાયરિંગ અને પથ્થર મારો કરતા વૃધ્ધાને ગંભીર ઈજા : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
તાલુકાના રામપર ગામે જ્ઞાતિના પ્રમુખ પદની ખેંચતાણ માટે ચાલી રહેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શિકરા ગામના ટોળાએ રામપર ગામમાં આવીને આતંક મચાવી કાયદો વ્યવસ્થાને હાથમાં લેતા હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે.આ બાબતે સામખિયાળી પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ રામપર ગામના રામજીભાઈ કેશરભાઈ મણકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટાભાઈ લગધીરભાઈને સમાજ દ્વારા પ્રમુખ બનાવવાની હિલચાલ ચાલતી હતી, જે આરોપી નારણ રવા સંઘારને મંજૂર ન હતી. આરોપી નારાણ સંધારને પ્રમુખ બનવું હોઈ તે બાબતની અદાત રાખીને શિકરા ગામથી આરોપીઓ વાહનમાં આવ્યા અને ફરિયાદી અને તેના પરિવાર પર પથ્થરમારો કર્યો હતો. અચાનક થયેલા પથ્થરમારામાં ફરિયાદીની માતાને ઈજાઓ થઈ હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાના ઈરાદે બંદુક, પિસ્ટલ અને રીવોલ્વર જેવા હથિયારોથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત ધારિયા, તલવાર અને લોખંડના પાઈપ જેવા જીવલેણ હથિયારોથી હુમલો કરતા નારણભાઈ મઘાભાઈ સંધારને માથાના ભાગે ગંભીરભઈજાઓ પહોંચી હતી. તોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે શિકરા ગામના નારાણ રવા સંધાર, વિક્રમ નારાણ સંધાર, કરણ વેરા સંઘાર, રામજી સના સંઘાર, રાહુલ હોથી છૂછીયા, દિનેશ કાનજી સંઘાર,. જિગર રામજી સંઘાર, સંજય લાખા શિણાય, કિશન રાજેશ સંઘાર, મનોજ જગા સંઘાર. પપ્પુ ઉર્ફે દેસર રણમલ સંધાર, લાલજી ઉર્ફે ખીમજી સવા સંઘાર, લાલજી કાનજી સંઘાર, રાજેશ પપ્પુ ઉર્ફે દેસર સંઘાર, અર્જુન પપ્પુ ઉર્ફે દેસર સંધાર, કરણ પપ્પુ ઉર્ફે દેસર સંધાર, નવીન પેથા સિયારીયા, અલ્પેશ જગા સંધાર, વેરા ખીમા સંઘાર, લખમણ સના સંઘાર, આનંદ સુખદેવ મણકા, ધનજી નારાણ સંધાર, નરેન્દ્ર કાનજી સંઘાર, હિરેન નારાણ સંધાર, મહેશ વાઘા સિયારીયા. વનરાજ વાઘા સિયારીયા, સુરેશ સંધાર તેમજ ત્રણથી ચાર જગા સંઘાર, મયૂર રામજી અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.. સામખિયાળી પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, મારામારી, હથિયારાધારા વગેરે 15 જેટલી કલમો સાથે ગુનો દાખલ કર્યો છે. આ બનાવમાં 20 જેટલા આરોપીઓ હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે. પીઆઈ જે.એમ. ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.