ગેસ એજન્સીને જાણ કરી દેવાતા દુર્ઘટના ટળી
વેરાવળ શહેરમાં હરસિધ્ધિ સોસાયટીમાં ગંભીર ઘટના સામે આવી છે. નગરપાલિકા દ્વારા નળ કનેકશન કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન જેસીબી થી ખોદકામ કરતી વખતે ગેસ લાઈન તૂટી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. તાત્કાલિક સ્થાનિકો કે આ અંગેની જાણ થતા તંત્ર અને ગેસ એજન્સી ને આ બાબતની જાણ કરવામાં આવી હતી જેને પગલે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી.
સ્થાનિક નવનીતભાઈ નિમાવત મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે, નગરપાલિકા દ્વારા પાણીની લાઇન ના કામકાજ માટે જેસીબી વડે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન ગેસ ની લાઈન તૂટી અને આ ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડતા થયા હતા અને તંત્ર તેમજ ગેસ એજન્સીને જાણ કરી હતી.