ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ : ઈજા થતા સારવારમાં ખસેડાયા
સાસણ અભયારણ્યમાં વન કર્મીને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, વન કર્મીની કાયદેસરની ફરજની કામગીરી કરતા અટકાવ્યા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે, આ ઘટનાને લઈને સનસની મચી જવા પામી છે, પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.
વન વિભાગમાં ફરજ બજાવતા વન કર્મી સાગરભાઈ ઠારૂભાઈ માંજરીયા (ઉ.વ.42) તા.28/03/26 નાં સવારના સાડા અગિયારેક વાગ્યાના અરસામા સાસણ અભ્યારણ રેન્જના ગળકબારી વિસ્તારમાં વન્ય પ્રાણીની અવલોકનની કામગીરી કરતા હતા તે દરમ્યાન ખાંભા ગામે રહેતા આરોપી હનિફભાઈ દાદમહમદભાઈ બ્લોચ સાહેદ સુરેશભાઇ સાથે માથાકુટ કરતા હોય જેથી વન કર્મી સાગરભાઈ માંજરીયા આરોપી હનિફભાઈને સમજાવવા જતા, આરોપી હનિફભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ, વન કર્મી સાગરભાઈ માંજરીયા તથા સાહેદ સાથે મારકુટ કરી, લાકડી વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરીયાદી વન કર્મીની કાયદેસરની ફરજની કામગીરી કરતા અટકાવી જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાંનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેની વન કર્મી સાગરભાઈ ઠારૂભાઈ માંજરીયા એ મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હનિફભાઈ દાદમહમદભાઈ બ્લોચ સામે ગુન્હો નોંધી, વધુ તપાસ હાથ છે.