ઝવેરચંદ મેઘાણી, બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી બાઈક રેલી યોજી
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુર શહેર અને ગ્રામ્ય ભાજપ યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય ભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું.પક્ષી બચાવો અભિયાન હેઠળ, યુવા મોરચાના કાર્યકરોએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય ઉનાળામાં પક્ષીઓને પાણી અને આશ્રય પૂરો પાડવાનો હતો.આ ઉપરાંત, રાષ્ટ્રભક્તિના ભાગરૂપે એક બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રાણપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પરેશભાઈ સલૈયા, રાણપુર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ પાટડીયા,રાણપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર તેમજ શહેર યુવા મોરચાના આગેવાનો માધવભાઈ સભાડ, જીગ્નેશભાઈ કળોતરા, ભવ્યભાઈ શેઠ, નરેશભાઈ જાંબુકિયા, અરુણભાઈ શુકલ, વિજયભાઈ કોરડીયા, નરેન્દ્રભાઈ હરસોરા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…