Jai Hind

રાજુલામાં સ્વ ખોડાભાઇ એજ્યુકેશ ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા 45 જેટલા તળાવ ચેકડેમ ઉંડા કરવા ધારાસભ્ય સોલંકીએ કર્યુ ખાતમુહુર્ત

તળાવ ઉંડા કરવા ટ્રસ્ટ સંસ્થાઓ દ્વારા સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર આયોજન

અમરેલી જિલ્લામા જળ બચાવવા અભિયાન હાથ ધરવામા આવ્યું છે રાજુલા સ્વ. ખોડાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ-રાજુલા અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ-રાજુલા દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ થકી વિસ્તારમાં વધતી જતી પાણીની સમસ્યાનો સ્થાયી અને અસરકારક ઉકેલ લાવવાનો પર્યા કરવામાં આવી રહ્યો છે ચેકડેમ તળાવ ઊંડા કરવામાં આવશે 45 જેટલા તળાવ ચેકડેમ ઊંડા કરવા માટેની કામગીરી શરૂ થશે આ કાર્યક્રમ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ રાજુલા, જાફરાબાદ તાલુકાના વિવિધ ગામોમાં નાના-મોટા તળાવો અને ચેકડેમોને ઊંડા ઉતારવાના મહત્વપૂર્ણ કાર્યોના આજે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જળ સંરક્ષણ માટે કરવામાં આવતી વિવિધ યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીગ્નેશભાઈ પટેલ, મયુરભાઈ દવે, રાજુભાઈ પડસાલા, રમેશભાઈ ડોબરીયા, વિજયભાઈ કોટીલા, આનંદભાઈ ભટ્ટ, કરશનભાઈ ચૌહાણ, જીગ્નેશભાઈ પટેલ,રવુભાઇ ખુમાણ,હરસુરભાઈ લાખણોત્રા, અનિરુદ્ધભાઈ વાળા,કુલદીપભાઈ વરૂ,વનરાજભાઈ વરૂ,કમલેશભાઈ પરમાર,પીઠાભાઇ નકુમ,દિલુભાઈ વરૂ,ઘનશ્યામભાઈ વાઘ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત માલધારી સમાજ, વેપારી સમાજ, તાલુકા સંઘ, મજૂર સંઘ અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.