રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે
ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનોનો ઉત્સવ માધવપુર ઘેડનો મેળો યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણ રુકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુન: ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
વડાપ્રધાનના એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતા ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ રહેશે. જેના અનુસંધાને આજરોજ ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ રાજ્યપાલની જિલ્લાની મુલાકાત અન્વયે સંલગ્ન વિભાગના અધિકારીઓને તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ કલેકટર મનોજ દેસાઈ, રિદ્ધિ રાજ્યગુરુ તેમજ દ્વારકા ખાતેથી ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.