Jai Hind

બોટાદ જિલ્લા પ્રભારીમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને આયોજન મંડળની બેઠક યોજાઈ

રૂ.1262.95 લાખના પીવાના પાણી, આંગણવાડી, સી.સી.રોડ, ભુગર્ભ ટાંકા, સ્ટ્રીટ લાઈટ, કોઝ-વે સહિતના માળખાકીય કામો કરવા મંજુરી અપાઈ

ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય કક્ષા મંત્રી તથા બોટાદ જિલ્લાના પ્રભારીમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રિવાબા જાડેજા દ્વારા પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને બોટાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ.1262.95 લાખના 350 વિકાસના કામોને મંજૂર અપાઈ હતી. બેઠકમાં આયોજન અધિકારી રાહુલ પાઠક દ્વારા વિકાસલક્ષી કાર્યો અંગેનું પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિકાસ રૂપરેખા રજૂ કરવામાં આવી.જિલ્લા આયોજન મંડળની આજની બેઠકમાં જિલ્લાની 15% વિવેકાધિન તાલુકા કક્ષા જોગવાઈમાં તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ થયેલ રૂ.700.00 લાખની જોગવાઈ સામે ગ્રામ્ય કક્ષાએ પેવર બ્લોક, સી.સી. રોડના કામો, કોઝ-વેના કામો, નાળાના કામો, ગટરના કામો, પીવાના પાણીની લાઈન અને બોર-મોટરના કામો, પુર સંરક્ષણ દિવાલ, સ્મશાનમાં ખૂંટતી સુવિધાના કામો, પ્રાથમિક શાળાના શેડના કામો, આંગણવાડીના કંપાઉન્ડ વોલના કામો, એસ.ટી. પીક અપ સ્ટેન્ડના કામો અને વધારાના આયોજન સહિત રૂ.814.00 લાખના કુલ 267 કામોની મંજૂરી પ્રભારીમંત્રી દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત 15% વિવેકાધિન નગરપાલિકા કક્ષા જોગવાઈમાં નગરપાલિકા આયોજન સમિતિ દ્વારા રજુ થયેલ રૂ.150.00 લાખની જોગવાઈ સામે નગરપાલિકા વિસ્તારમાં, પેવર બ્લોક, સી.સી. રોડના કામો સ્ટ્રીટલાઈટ, પીવાના પાણીની લાઈનોના કામો, ગટરના લાઈન કામો અને ગટર ઘન કચરા નિકાલ કરવાના અદ્યતન સાધનોના કામો, વોટર ટેન્કરના કામો, કંપાઉન્ડ વોલના કામો વધારાના આયોજન સહિત રૂ.165.95 લાખના કુલ 25 કામોની મંજૂરી આપવામાં આવી હતી.
સાથોસાથ 15% વિવેકાધિન જિલ્લા કક્ષા જોગવાઈમાં રૂ.200.00 લાખની જોગવાઈ સામે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા રજુ થયેલ દરખાસ્તો મુજબ પ્રાથમિક શાળામા મધ્યાહન ભોજન શેડ, કુમાર અને ક્ધયા માટે શૌચાલય, કંપાઉન્ડ દિવાલના કામો તેમજ આંગણવાડીમાં શેડ, શૌચાલય, કંપાઉન્ડ દિવાલ, ભુગર્ભ ટાંકાના કામો તેમજ લાઇબ્રેરીના કામો, એપ્રોચ રસ્તા/બે તાલુકાને/બે જિલ્લાને/માધ્યમિક શાળાને જોડતા રસ્તા પર એપ્રોચ રોડ, નાળા, ડીપ-કોઝવે અને સ્મશાનમાં ખૂંટતી સુવિધાના કામો મળી રૂ.263.00 લાખના કુલ 51 મહત્વપૂર્ણ કામો કરવાની પ્રભારીમંત્રીએ મંજુરી આપી હતી.આયોજન મંડળની બેઠકમાં પ્રભારીમંત્રીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજનામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતિ જાતિ કચેરી તરફથી રજુ થયેલ રૂ.20.00 લાખના 7 કામોને મંજુરી આપવામાં આવી.પ્રભારીમંત્રી રીવાબા જાડેજાએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારી અને અધિકારીઓને જિલ્લા આયોજન મંડળમાં મંજુર કરેલા ગ્રામ્ય અને શહેરી સુવિધાઓ સંબંધિત લોક કલ્યાણના કામોને પ્રાથમિકતા આપવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તથા મંજૂર થયેલા તમામ વિકાસલક્ષી કાર્યો એક વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ કરવા, ગુણવત્તાયુકત અને પારદર્શક રીતે કામો થાય તે માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં થયેલ વિકાસના કામોની વિકાસ ગાથા વિકાસ વાટિકાનું પ્રકાશન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રકાશનનું વિમોચન પ્રભારીમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.બેઠકમાં ધારાસભ્ય કાળુભાઇ ડાભી, પ્રદેશ અગ્રણીઓ, અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી, ડી.આર.ડી.એ.ના નિયામકશ , શિક્ષણાધિકારી, સહાયક માહિતી નિયામક, જિલ્લા અમલીકરણના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.