Jai Hind

બોટાદ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા 400 કિલો ઘાસચારાનું વિતરણ

શહેરના વિવિધ સ્થળોએ 40 મણ ઘાસચારો ગાયોને ખવડાવાયો

યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા રખડતી ભટકતી ગાયો ને લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો.
આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સ્લગ્ન સેવા સંસ્થા યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા માનવ સેવાકીય ,જીવદયા અને પર્યાવરણ ,શૈક્ષણિક તથા આરોગ્ય વિષયક અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા રખડતી ગાયો માટે 40 મણ (400 કીલો) લીલો ઘાસ ચારો નાખવામાં આવ્યો.
ગૌ-સેવા એ જ પ્રભુ સેવા ના અનોખા સેવાયજ્ઞ માં યંગ જાયન્ટ્સ પ્રમુખ અમન દોશી, ઉપ પ્રમુખ બ્રીજ દાણી, સેક્રેટરી અક્ષત રાણપુરા, મનીષ મકવાણા , વિશાલ વસાણી વગેરે જોડાઇ ઘાસ ચારા નુ વિતરણ કરવામાં આવેલ.
આ ઉમદા પ્રવૃતિઓ ને જાયન્ટ્સ ફેડરેશન પદાધિકારીઓ ગ્રીન મેન સી.એલ. ભીકડીયા, નિલેશ ભાઈ કોઠારી એ બિરદાવી યુવાનો ના જીવદયા ના સેવાયજ્ઞ ની સરાહના કરવામાં આવેલ.