Jai Hind

સુત્રાપાડાના આણંદપરા ગામના ભાઇ બહેન ગીતા ભુષણ એવોર્ડથી સન્માનીત

રાજયપાલના હસ્તે ગાંધીનગરમાં એવોર્ડ અર્પણ

સુત્રાપાડાના આણંદપરા ગામના એક ખેડૂત પરિવાર ના ભાઈ-બહેન મેત્રીબેન લખમણભાઈ વાજા અને વેદકુમાર લખમણભાઈ વાજાને રાજ્ય સરકાર દ્વારા ગીતા ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ ગાંધીનગર ખાતે ગુજરાત ના રાજ્યપાલના હસ્તે એનાયત કરાયો હતો. શ્રી સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આ બંને ભાઈ-બહેનને તેમની ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ અને ગીતાના જ્ઞાન માટે આ સન્માન મળ્યું છે. આજ ના આધુનિક યુગ માં મોબાઈલની દુનિયા થી દૂર રહીને, આ ભાઈ-બહેને ભણતરની સાથે નવું શીખવાની ક્ષમતા, જિજ્ઞાસા અને અભિરુચિ દાખવી છે. તેમણે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને રાજ્ય સ્તરે આ ગીતા ભૂષણ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.તેમણે ગીર સોમનાથ જિલ્લા, સુત્રાપાડા તાલુકા, આણંદપરા ગામ અને કોળી સમાજનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ આણંદપરા ગામના સસંકર રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ બાબુભાઈ વાજા, સરપંચ, માજી સરપંચ માલદે સામતભાઈ વાજા, જેઠાભાઈ વાજા સહિતના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.