Jai Hind

જામનગર-રાજકોટ હાઈ-વે પર યુવાનનો જીવ લેનાર વાહનચાલક પકડાયો

સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ મેળવાઈ

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધુવાવ ગામની ગોલાઇ પાસે બનેલા ગંભીર ફેટલ અકસ્માતના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ ને મોટી સફળતા મળી છે, અને વાહન ચાલક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
જામનગરના ધુંવાવ નજીક બનેલા ફેટલ અકસ્માત ના બનાવ અંગેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.જે અકસ્માત કરનાર વાહન અને આરોપી અજાણ્યા હોવાથી ગુનો અનડિટેક્ટ હતો. તપાસ દરમ્યાન પોલીસ સ્ટાફે હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ સોર્સની મદદથી માહિતી મેળવી. જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના વિવિધ સી.સી.ટી.વી. ફૂટેજ ચકાસતાં શંકાસ્પદ અર્ટિગા કાર નં. જી.જી.- 10 ડી.જે. 6545 સામે આવી હતી. પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશનના આધારે વાહન માલિકની માહિતી મેળવી વધુ તપાસ કરતાં ખુલ્યું કે આ વાહનના ચાલકે અકસ્માત સર્જી એક વ્યક્તિને હડફેટે લઈને મોત નિપજાવ્યું હતું.
આ આધારે આરોપી કામરાન જુમાભાઈ હાલાણી (રહે. ગુલાબનગર, રંગમતી પાર્ક-03, જામનગર) ને ઝડપી પાડવામાં આવ્યો છે અને અનડિટેક્ટ ફેટલ અકસ્માતનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખ, પો.સબ ઇન્સ્પેક્ટર એ.આર. પરમાર, એ.એસ.આઈ નિર્મળસિંહ બી. જાડેજા, કાસમભાઈ એમ. બ્લોચ, પો.હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ ઘાઘરેટીયા તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટાફ એ.જહેમત ઉઠાવી હતી.