Jai Hind

બાબરાના કોટડાપીઠામાં ખેતી અને પુજા કરવા મુદ્દેની બબાલમાં ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવારમાં મોત

રાજકોટ સિવિલમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો: ગુનો દાખલ

બાબરા તાલુકા ના કોટડાપીઠા ગામે સબંધી સાથે રહેતા 70 વર્ષીય વૃધ્ધ નું ગામ ના 25 વર્ષીય યુવકે લાકડી વડે મારમારી ગંભીર ઈજા પહોચાડતા વૃધ્ધ નું રાજકોટ મિરેકલ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન મોત થયું છે અને પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ આગળ વધારી છે
પ્રથમ ફરિયાદ માં કોટડાપીઠા ના વતની અને હાલ જસદણ રહેતા મંગળુભાઇ જીવાભાઇ ધાધલ ના જણાવ્યા મુજબ તેમના મરણ જનાર બનેવી બાબભાઇ મોકાભાઇ ખાચર ઉવ.70 રહે.કોટડાપીઠા વાળા એ બે દિવસ પહેલા રમેશભાઇ ઉર્ફે દુડી ગોરધનભાઇ સોલંકી રહે.કોટડાપીઠા વાળા ને તેઓની ખેતીની જમીન સામે ગૌચરની જમીનમાં દબાણ કરી ખેતીકામ નહી કરવાનું કહેતા તેનુ મનદુ:ખ રાખી તા.28/03/26 ના રોજ બપોરના આશરે સવા ત્રણેક વાગ્યે મરણજનાર વાડીયેથી ઢોર લઇને કોટડાપીઠા પોતાના ધરે જતા હોય ત્યારે રસ્તામા ઢોરને સાઇડમાં ચલાવવાનું કહી ગાળો આપી અગાઉના મનદુ:ખનો ખાર રાખી લાકડી વડે આડેધડ માર મારી માથામાં તથા પગમાં તથા હાથમાં તથા છાતીમાં બંને હાથે તથા બંને પગે ગંભીર ઈજા કરતા સારવાર દરમ્યાન રાજકોટ હોસ્પિટલ ના બીછાને મોત થતા માર મારનારા સામે ખુન કરવા મુદ્દે પોલીસ માં ફરિયાદ આપી છે. જયારે વળતી ફરિયાદ માં રમેશભાઇ ઉર્ફે દુડી ગોરધનભાઇ સોલંકી રહે.કોટડાપીઠા દ્વારા તેવો કર્ણકીના કાચા રસ્તે આવેલ ભોળાનાથના મંદીરે સેવાપુજા કરવા જતા હોય તેથી મૃતક બાબભાઇ મોકાભાઇ ખાચર રહે.કોટડાપીઠા વાળાને ગમતુ ન હોય અને તા.28/03/2026 ના રોજ બપોરના આશરે બે વાગ્યે સામા મળેલ મંદિરે જવાની ના પાડી જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી વડે મારી નાખવાના ઇરાદે માથામાં ડાબી બાજુએ એક ઘા મારી તેમજ એક ઘા પડખામાં મારી ગંભીર ઈજા કરવા સબબ ફરિયાદ આપી છે. બન્ને પક્ષે પોલીસે ફરિયાદ નોંધી તપાસ આગળ એમ.આર.શેઠ દ્વારા ચાલવામાં આવી છે