પંચાયત શાસન વહીવટદારના હાથમાં જશેની ચર્ચા
તારીખ 30/03/2026ના રોજ ગીર ગઢડા ગ્રામ પંચાયતમાં સતત ત્રીજી વખત રજૂ કરવામાં આવ્યું હતું.પરંતુ બજેટ પાસ કરવા માટે પૂરતી સંખ્યા ન હોવાથી બજેટ નામંજુર થયું હતું.ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતનું શાસન ચલાવવા માટેના નિયમોના આધારે જ્યારે કોઈ પણ ગ્રામ પંચાયત સતત ત્રણ વખત બજેટ પાસ કરવામાં નિષ્ફળ રહે તો સંપૂર્ણ બોડી સસ્પેન્ડ થાય છે અને પરિણામ સ્વરૂપે ગ્રામ પંચાયતનું શાસન વહીવટદાર હસ્તક જતું રહે છે અને ભવિષ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જોગવાય અન્ય નિયમો કારણે હોય છે.આપેલ નિયમના અનુસંધાને ગ્રામ પંચાયતનું શાસન વહીવટદાર હસ્તક જતું રહેશે અને ગ્રામજનોએ પુન: વહીવટદારના શાસન હેઠળ રહેવું પડશે એવું લોકમુખે ચર્ચાવવાનું શરૂ થયું હતું.