ગુણવતા અંગે ઉઠેલા પ્રશ્ર્નોના કારણે કામગીરી અટકાવાઈ હતી
બરુલાથી આછીદ્રા ગામને જોડતા માર્ગનું વિવાદિત બનેલું રોડ નિર્માણ કાર્ય અઢી મહિના બાદ ફરી શરૂ કરવામાં આવ્યું છે. માર્ગના કામ દરમિયાન ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને કારણે અગાઉ કામગીરી અટકાવવામાં આવી હતી.માહિતી મુજબ ઇઞજૠ ની 37.5 મીમી પ્રથમ લેયરની જાડાઈમાં નબળી ગુણવત્તાનો ડામર ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવતા કેશોદ ડિવિઝન દ્વારા કામગીરી કરતી એજન્સીને બે નોટિસ ફટકારવામાં આવી હતી. લંબાઈ 3.700 કી.મી. ના રોડ અંદાજે 700 મીટર જેટલા વિસ્તારમાં નબળું મટીરીયલ પાથરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.આ બાબતે કાર્યપાલક ઈજનેર સાથે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હાલ બાકી રહેલું કામ પૂર્ણ કરવામાં આવશે અને જ્યારે ઇખ (બીજી લેયર)નું કામ શરૂ કરવામાં આવશે તે પહેલાં 700 મીટર વિસ્તારમાં પાથરાયેલું નબળી ગુણવત્તાનું મટીરીયલ સંપૂર્ણપણે કાઢી નિયમ મુજબ નવી કામગીરી કરવામાં આવશે.સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે કોઈ પણ ભોગે નબળી ગુણવત્તાની કામગીરી સ્વીકારવામાં નહીં આવે અને જે 700 મીટર ખરાબ મટીરીયલ વાપરેલું છે તે હટાવવામાં નહી આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને માર્ગનું કામ નિયમો મુજબ તથા મજબૂત ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે તેવી તેમની માંગ છે.