બાવળની ઝાડીમાં દોરી બાંધી ફાંસો ખાઈ લીધો
દ્વારકાના વરવાળા ગામે આર્થિક ભીંસથી કંટાળી યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા ગરીબભાઈ બુધાભાઈ વાઘેલા નામના 26 વર્ષના દેવીપૂજક યુવાન પાસે કોઈ કામ ધંધો ન હોય, અને તેમને પૈસાની આર્થિક તંગી હોવાથી આ બાબતે કંટાળીને તેમણે પોતાના હાથે ઘર નજીક આવેલા બાવળાની ઝાડીમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા બુધાભાઈ રાજાભાઈ વાઘેલાએ દ્વારકા પોલીસને કરી છે. મીઠાપુરના આરંભડા વિસ્તારમાંથી પોલીસે હરીશભા ડુંગરભા માણેક અને વાલાભા બાબુભા હાથલને ગંજીપાના વડે જુગાર રમતા રૂપિયા 5,640 ના મુદ્દામાલ સાથે ઝડપે લીધા હતા.
ઓખામાં બે માછીમારો
સામે કાર્યવાહી
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં માછીમારી બોટના કલર કોડ મુજબ બોટની કેબીન ઉપર બોટનું નામ કે રજીસ્ટ્રેશન નંબર અને રાષ્ટ્રધ્વજનું પ્રતીક ચિન્હ ન રાખવા સબબ સબીર આમદ સંધી (રહે. નાના આંબલા, તા. ખંભાળિયા) સામે તેમજ આ જ રીતે અન્ય એક માછીમાર એવા નાના આંબલા ગામના હુસેન ઉમરભાઈ ગજણ (ઉ.વ. 40) સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગુજરાત ફિશરીઝ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.