ખર્ચ વધ્યાના બહાને સરકારે ખાનગી કંપનીને સેવા સોંપી દીધી: રૂમનું ભાડુ રૂા.2800માંથી 7100 કરાયા
પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સકિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂમ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારે સોમનાથ, આબુ અંબાજી અને દ્વારકાના નવા સકિટ હાઉસોના સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં અમદાવાદની મેક વે કંપનીએ ત્રણેય સર્કિટ હાઉસનો કબજો સંભાળ્યો છે. 16 માર્ચથી કંપનીએ સોમનાથ સકિટ હાઉસનું સંચાલન શરૂ કરી પોતાનો સ્ટાફ પણ નિયુક્ત કર્યો છે અગાઉના ભાડામાં બમણા કરતા પણ વધારો થયા છે.ખાનગી સંચાલન શરૂ થતા જ રૂમના ભાડામાં ભારે વધારો નોંધાયો છે. હાલ ટટઈંઙ રૂમ માટે રૂ.7100, ટઈંઙ રૂમ માટે 6200 અને ડિલક્સ રૂમ માટે રૂ.4200 સુધીના દર નક્કી કરાયા છે. અગાઉ, સરકારના સંચાલન હેઠળ આ રૂમોનું ભાડું આશરે 2800 જેટલું હતું. તહેવારો અને પ્રવાસી સિઝનમાં આ દરોમાં વધુ વધારો થવાની સંભાવના છે, જેના કારણે સામાન્ય યાત્રિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે 30.55 કરોડના ખર્ચે બનેલા,સકિટ હાઉસમાં 3 ટટઈંઙ સ્યુટ અને લગભગ 10 ટઈંઙ રૂમ રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહેમાનો માટે અનામત રાખવા માટે એક જઘઙ (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવામાં આવી રહી છે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે બનાવાયેલું આ સરકારી અતિથિ ગૃહ હવે મોંઘું બનતા સામાન્ય લોકોની પહોંચની બહાર જતું હોવાની લાગણી ઉદભવી રહી છે. ખાનગીકરણથી સુવિધાઓમાં સુધારો થશે કે સામાન્ય યાત્રિકો પર આર્થિક બોજ વધશે, તે અંગે ચર્ચાઓ તેજ બની છે અરબી સમુદ્ર કિનારે, સોમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે આવેલું આ ભવ્ય સકિટ હાઉસ વર્ષ 2022માં પૂર્ણ થયું હતું. લગભગ 30.55 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ચાર માળનું અતિથિ ગૃહ 15,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં 2 ઠઈંઙ સ્યુટ, 7 ઠઈંઙ રૂમ, 8 ટઈંઙ રૂમ અને 24 ડિલક્સ રૂમ ઉપરાંત કિચન, ડાઈનિંગ હોલ, કોન્ફરન્સ રૂમ અને 200 લોકોની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ અતિથિ ગૃહનું ખાતમુહૂર્ત 22 નવેમ્બર 2018ના રોજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે થયું હતું. ત્યારબાદ 21 જાન્યુઆરી 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સકિટ હાઉસના સંચાલનમાં દર મહિને રૂ.7 થી 8 લાખ જેટલો ખર્ચ થતો હતો, જ્યારે આવક માત્ર રૂ.2 થી રૂ.2.5 લાખ જેટલી હતી. આ નાણાકીય ખાધને પહોંચી વળવા સરકારે લીઝ મોડેલ અપનાવ્યું છે. અમદાવાદની મેક વે કંપનીએ આ સર્કિટ હાઉસને અંદાજે રૂ.80 લાખ વાર્ષિક ભાડે સંભાળ્યું હોવાનું જાણવા મળે છે.