Jai Hind

શ્રી કષ્ટભંજન દેવ દાદાને 1008 કિલો પુષ્પોનો અભિષેક

દિવ્ય રાજોપચાર પૂજન કરાયું

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રી હનુમાન જયંતી કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું આયોજન તા.01 થી 02 એપ્રિલના રોજ કરવામાં આવેલ હતું.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ અંતર્ગત રાજોપચાર પૂજન તા.01/04 બુધવાર,સમય : સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન કરવામાં આવ્યું. પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થયું હતું. દાદાને ઓર્કિડ-ગુલાબ- સેવંતીના ફૂલો દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા સાથે સવારે 08:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, 1008 કિલો પુષ્પોથી અભિષેક-પુષ્પવર્ષા કરવામાં આવેલ, 11:00 કલાકે દાદાની દિવ્ય આરતી પ.પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.