Jai Hind

એલપીજી બાદ હવે સીએનજીએ દઝાડ્યા અદાણીએ રૂ.1.50નો ભાવ વધારો ઝીંક્યો

સીએનજી વાહન ચાલકોને બોજ પડશે રિક્ષા ચાલક એસો.એ વિરોધ કર્યો

મધ્યપુર્વના યુદ્ધને કારણે પેટ્રોલિયમ સંકટ વચ્ચે બે દિવસ પુર્વે કોમર્શિયલ રાંધણગેસમાં ધરખમ ભાવવધારો ઝીંકાયો હતો. હવે સીએનજી પણ મોંઘો થવા લાગ્યો હોય તેમ અદાણીએ સીએનજીમાં દોઢ રૂપિયાનો ભાવવધારો કર્યો છે. સૌરાષ્ટ્રમાં ગેસ સપ્લાય કરતી ગુજરાત ગેસમાં પણ ભાવવધારો થવાની શકયતા નકારાતી ન હતી. અદાણી ગ્રૂપ દ્વારા ઈગૠના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તે બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો.
આ ભાવવધારાથી રિક્ષાચાલકો પર મોટી મુસીબત આવશે, કારણ કે 2025 બાદ હવે 2026નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. 2025માં અદાણી CNGમાં ચાર વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. 2025માં ચાર વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો. તો 2026ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને બે વારના વધારા બાદ હવે અદાણી ઈગૠનો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે.
ઇરાનમાં આવેલી સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો પીએનજી તરફ વળી રહ્યા છે.
કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં હવે અદાણી સીએનજીનો ભાવવધારો કમરતોડ સાબિત થઈ શકે છે.
રિક્ષાચાલક એસોસિએશન પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી ઈગૠમાં ધીમે-ધીમે ઘણો બધો ભાવ વધારો થયો છે, જેની સીધી અસર રિક્ષાચાલકો પર પડી રહી છે. રિક્ષાચાલકોની મુખ્ય આજીવિકા ઈગૠ પર નિર્ભર છે અને એક રૂપિયાનો પણ વધારો
થાય તો કેટલી મુસીબત ઊભી થાય તે અમેજ જાણીએ છીએ. આ ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.