પ્રવાસીઓ આ સેવાઓનો વધુમાં વધુ લાભ લે તેવી પશ્ર્ચિમ રેલવેની યાત્રિકોને અપીલ
ભાવનગર રેલવે મંડળ દ્વારા યાત્રિયોની સુવિધા માટે જુનાગઢ અને વેરાવળ જંકશનથી મીટર ગેજ સેક્શનમાં 8 ટ્રેનો ચાલી રહી છે, ત્યારે પશ્ચિમ રેલવે એ યાત્રિકોને અપીલ કરી છે કે, તેઓ આ ટ્રેન સેવાઓનો વધુમાં વધુ લાભ ઉઠાવે અને સુરક્ષિત તથા આરામદાયક મુસાફરીનો અનુભવ કરે.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીની એક યાદી મુજબ, યાત્રિકોની સુવિધા અને વધુ સારી રેલ સેવાઓ પૂરી પાડવાના હેતુસર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મીટર ગેજ સેક્શનમાં 8 ટ્રેનોનું નિયમિત સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રેલવેની આ સુવિધાઓનો યાત્રિકો લાભ લે.
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મીટર ગેજ સેક્શનમાં 8 ટ્રેનોનું નિયમિત સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં (1) ટ્રેન નંબર 52949 વેરાવળ-દેલવાડા મીટર ગેજ ટ્રેન વેરાવળ સ્ટેશનથી બપોરે 02:00 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 05:40 વાગ્યે દેલવાડા સ્ટેશન પર પહોંચે છે. (2) ટ્રેન નંબર 52955 વેરાવળ-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન વેરાવળ સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરી 10:20 વાગ્યે જૂનાગઢ પહોંચે છે. (3) ટ્રેન નંબર 52946 જૂનાગઢ-વેરાવળ મીટર ગેજ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરી 10:20 વાગ્યે વેરાવળ પહોંચે છે. ટ્રેન નંબર 52952 જૂનાગઢ-દેલવાડા મીટર ગેજ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 08:00 વાગ્યે પ્રસ્થાન કરી, બપોરે 02:40 વાગ્યે દેલવાડા પહોંચે છે. (5) ટ્રેન નંબર 09595 જૂનાગઢ-ચાલાળા મીટર ગેજ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 11:30 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 0250 વાગ્યે ચાલાળા પહોંચે છે. (6) ટ્રેન નંબર 52950 દેલવાડા-વેરાવળ મીટર ગેજ ટ્રેન દેલવાડા સ્ટેશનથી સવારે 07:50 વાગ્યે પ્રસ્થાન કરી 11:10 વાગ્યે વેરાવળ પહોંચે છે. (7) ટ્રેન નંબર 52951 દેલવાડા-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન દેલવાડા સ્ટેશનથી સવારે 11:00 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 05:25 વાગ્યે જૂનાગઢ પહોંચે છે. (8) ટ્રેન નંબર 09596 ચાલાળા-જૂનાગઢ મીટર ગેજ સ્પેશિયલ ટ્રેન ચાલાળા સ્ટેશનથી બપોરે 03:20 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 06:45 વાગ્યે જૂનાગઢ પહોંચે છે.મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું છે કે, પ્રવાસીઓએ આ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ટ્રેનોની સમય સારણીની વિગત સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.