તા.10 થી 16 દરમિયાન યોજાનાર કથામાં ધાર્મિક પ્રસંગો, લોકડાયરો યોજાશે
જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામે પિતૃઓના મોક્ષાર થે વરુ પરિવાર આયોજિત મદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ યોજાશે. રાત્રિના ભવ્ય લોક ડાયરો યજાશે.
જગુભાઈ વરુ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ તારીખ 10થી તા.16 સુધી કથામાં વાંચન શાસ્ત્રી નીલકંઠ દાદા વડીયા કરશે. પોથીયાત્રા બિલેશ્વર મહાદેવના મંદિરેથી નીકળશે તારીખ 15 ના રોજ ઠાકોરોની જાન વાવડી રૂખડ બાપુ ની જગ્યા માંથી આવશે દરરોજ ધાર્મિક પ્રસંગો વિદ્વાન શાસ્ત્રી નિલકંઠ દાદા દ્વારા રસપાન કરાવશે આ કથાનું દિપ પ્રાગટ્ય મહંત રૂખડ બાપુ ની જગ્યા ના બાપ ભાઈ બાપુ તથા મહંત અમરગીરી બાપુ તથા મહંત સૂર્યપ્રકાશ દાસજી તથા ગોરા બાપુ નાગદરા તથા બાલકદાસ બાપુ આ પ્રસંગે સૌરાષ્ટ્રના સંતો વલકુ બાપુ દાન મહારાજ ની જગ્યા તથા ઉદય બાપુ તથા ભયલુ બાપુ પાળીયાદ તથા રાજેન્દ્ર બાપુ રામપરા તથા મહંત શાંતિ બાપુ નવા સુરજદેવળ તથા પૂજ્ય બાપુ મોગલ સારને ઋષિ કબરાઉ શાસ્ત્રી હરિ સ્વરૂપદાસજી અમરેલી કોઠારી સ્વામી રાજુલા તથા ભક્તિ રામ બાપુ સાવરકુંડલા રસિક ભગત તથા સોશિયલ ગીરીબાપુ તથા ગોરા બાપુ તથા જીવાદાદા નાથજી બાપુ તથા ગીરીબાપુ બાલાની વાવ તથા નરહરદાન ગઢવી સોનલ ધામ વિનુ બા ખડકાળા તથા આઇ મા મનુમા ચિરોડા આઈ મા વાલબાઈ માં ગરણી તથા આઈ મા રાધા માં તથા આઈમા દેવલમાં તથા કિરણબા સતી આશ્રમ ડુંગરી તથા ગંગામાં તથા ઉર્જા મૈયા પરમહંસ આશ્રમ બારપટોળી શહિદના વિશાળ સંતો આશીર્વાદ આપશે. કથામાં તા.13મીએ લોકડાયરો યોજાશે. તારીખ 15ના રોજ સુંદરકાંડ પાઠ રાત્રીના 8-30 કલાકે વસંત બાપુ અગ્રાવત દ્વારા કરવામાં આવશે.