Jai Hind

ચૂંટણી ટાણે જ મોરબી અને ટંકારા પોલીસે બે દરોડામાં 1.07 કરોડનો દારૂ ઝડપી પાડ્યો

કેરી વાહન, બોલેરો અને ટ્રકમાંથી મુદ્દામાલ કબ્જે કરાયો

ચૂંટણી પૂર્વે જ વિદેશી દારૂ ઘુસાડતા તત્વો પર મોરબી પોલીસે ગાજ વરસાવી છે જેમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ અને ટંકારા પોલીસે 1.07 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુલાબનગર શેરી નં.1માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી મુસ્તકીમ સનાના રહેણાંક આજી બાજુ ઉભેલ બે સુઝુકી કેરી વાહન રજી.નં. જીજે-03-બીઝેડ-1346 અને જીજે-03-બીઝેડ-5748 તથા બોલેરો રજી.નં. જીજે-36-વી-0323 સહિત ત્રણ વાહનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની કુલ 9924 બોટલ કિ.રૂ. 50.38 લાખ મળી આવી હતી.આ સાથે પોલીસે સ્થળ પરથી મુસ્તકીમ ઉર્ફે લાલો અલારખાભાઈ સના ઉવ.19 રહે. મોરબી શનાળા બાયપાસ નજીમ ગુલાબ નગર શેરી નં.1 વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ નવઘણભાઈ અને દિવ્યેશભાઈ મોહનભાઇ બાંભવા રહે. તુલસી પાર્ક મોરબી, ઓમાન અશરફભાઈ ધારાણી રહે. ખોજા સોસાયટી લાયન્સનગર મોરબી, યુવરાજસિંહ અનોપસિંહ ડોડીયા રહે. વજેપર મોરબી અને ભીમશી કોળી રહે. કાગદડી તા.જી.રાજકોટ વાળાના નામ ખુલતા તે તમામને પોલીસે ફરાર દર્શાવ્યા છે. તેમજ દરોડા દરમિયાન પોલીસે ત્રણ વાહન (બે સુઝુકી કેરી અને એક બોલેરો) તેમજ એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.57,43,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે 6 આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં ટંકારા પોલીસની ટીમ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે, નેકનામ-પડધરી રોડ ઉપર ૠઉં-14-ણ-6857 નંબરનાં બંધ બોડી ટ્રક રોકી તપાસ કરતા તેમાં વિવિધ બ્રાન્ડની નાની-મોટી ઇંગ્લિશ દારૂની કુલ 14,352 બોટલો મળી આવી હતી. જેમાં ઓરેન્જ હિલ વોડકા, વ્હાઇટ લેસ વોડકા, ઓલ સીઝન્સ રિઝર્વ અને રોયલ ચેલેન્જ જેવી બ્રાન્ડનો જથ્થો મળી કુલ રૂ. 59.94 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ટ્રક ચાલક સહિત નવઘણભાઈ મોહનભાઈ બાંભવા (રહે. શનાળા બાયપાસ, મોરબી) સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.