ભોગ બનનારને તાત્કાલીક ન્યાય મળે એ દિશામાં પોલીસની ત્વરીત કામગીરી
ગીર સોમનાથ જીલ્લા પોલીસનાં ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ વર્ષની બાળકીના અપહરણ,જાતીય હુમલો તથા સતામણી તેમજ પોકસોના ગંભીર ગુન્હામાં માત્ર 7 દિવસમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ ગીર સોમનાથ પોલીસે કરેલ છે.
રાજેન્દ્રસિંહ ચુડાસમા નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢ તથા જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ તથા એમ.એફ.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક, ઉના વિભાગ, ઉના નાઓએ ખુન, ખુનની કોશીશ ધાડ લુટ બળાત્કાર/પોકસો અપહરણ જેવા ગંભીર ગુન્હાની તપાસ સત્વરે પુર્ણ કરવા અને તપાસમાં મેળવેલ પુરાવા આધારે ઝડપી અને સમય મર્યાદામાં આરોપીઓ વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવા સારુ સુચના આપવામાં આવેલ હોય તેને ધ્યાને રાખીને ગઇ તા.30/03/2026 ના રોજ ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5(પાંચ) વર્ષની નાની બાળકીના અપહરણ જાતીય હુમલો સતામણી તેમજ પોકસોનો ગભીર પ્રકારનો બનાવ બનેલ જે બનાવની જાણ ગીર ગઢડા પોલીસને થતાં તાત્કાલીક જન રક્ષક 112ની મદદ ભોગ બનનાર તથા તેના માતા પિતાની પુરી પાડી ભોગ બનનાર તથા તેના માતા પિતાને પોલીસ સ્ટેશન ખાતે લાવી અને મહીલા પોલીસ અધિકારીની રૂબરૂમાં ભોગ બનનાર નાની બાળકીની માતાની ફરીયાદ આરોપી જેરામભાઈ ભાણાભાઈ જાદવ રહે ઝુડવડલી ગામ તા. ગીર ગઢડા જી.ગીર સોમનાથ વાળા વિરૂધ્ધની ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ-137(2), 74, 75(2), 115(2), તથા પોક્સો એક્ટ કલમ-10, 12 મુજબની લઇ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુ.2.નં.11186001260 232/2026 તા.30/03/2026 ના રોજ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
જેથી જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ નાઓના સીધા માર્ગદર્શન અને સુપરવીજન હેઠળ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ભોગબનનારને તાત્કાલીક ન્યાય મળે તે માટે આ ગુન્હાની ત્વરીત તપાસ કરવા એન.એ.વાઘેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ગીર ગઢડા, નાઓને સુચના કરતા તાત્કાલીક સંભાળી લઇ ભોગ બનનાર બાળકીનું મેડીકલ મેડીકલ ઓફીસર સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ગીર ગઢડા જી.ગીર સોમનાથ ખાતે કરાવી બાળકીનાં બાયોલોજીકલ નમુનાઓ લેવડાવી અને સરકારી પંચોને સાથે રાખી બનાવ સ્થળનુ નિરીક્ષણ કરી પંચનામું કરવામાં આવેલ તેમજ નવા અમલમાં આવેલ કાયદો ભારતીય નાગરીક સુરક્ષા સહિંતા 2023 ની કલમ 180 મુજબ મહીલા સામાજીક અગ્રણીની હાજરીમાં ભોગ બનનારનું નિવેદન તથા તેના માતા પિતા તથા પરિવારના સભ્યો તેમજ બનાવ સ્થળની આજુબાજુમાં રહેતાં સાક્ષીઓના નિવેદનો લેવામાં આવેલ તેમજ બનાવ સ્થળનુ સાયન્ટીફિક ઓફીસર એફ.એસ.એલ. મોબાઇલ વાન ગીર સોમનાથ મારફતે નિરીક્ષણ/પરીક્ષણ કરાવી વૈજ્ઞાનીક પુરાવા મેળવવામાં આવેલ તેમજ ભારતીય નાગરીક સુરક્ષા સહિતા 2023 ની કલમ 183 મુજબ ભોગ બનનારનુ કોર્ટમાં નિવેદન લેવડાવવામાં આવેલ તેમજ બનાવ સ્થળનો નકશો મેળવામાં આવેલ તેમજ ભોગ બનારનું જન્મ અંગેનું પ્રમાણ પત્ર ઉના નગર પાલીકા જન્મ મરણ વિભાગ પાસેથી મેળવવામાં આવેલ તેમજ ભોગ બનનારનો મેડીકલ રિપોર્ટ અને નમુનાઓ મેળવી આમ તમામ મજબુત પુરાવા મેળવી આ કામના આરોપીની તા.31/03/2026 ના કલાક 22/15 વાગ્યે તાત્કાલીક ધરપકડ કરી બનાવ સમયે પહેરેલ કપડા કબ્જે કરી બાદ આરોપીની મેડીકલ તપાસણી કરાવી તેની લાળ લોહીના નમુનાઓ તેમજ બાઇટ માર્કસના ફોટો ગ્રાફસ મેડીકલ ઓફીસર પાસેથી મેળવી ભોગ બનનાર તથા આરોપીના નમુનાઓ પરિક્ષણ માટે એફ.એસ.એલ. જુનાગઢ ખાતે મોકલી આમ તમામ ઝડપથી તપાસની કાર્યવાહી પુર્ણ કરી તપાસના અંતે મેળવેલ મજબુત પુરાવા આધારે ભોગ બનનાર તથા ફરીયાદી તેમજ સાક્ષીઓના ન્યાય પ્રણાલીમાં કાયમી વિશ્વાસ બની રહે તે સારૂ પાંચ વર્ષની બાળકીના અપહરણ જાતીય હુમલો તથા સતામણી તેમજ પોકસોના ગંભીર ગુન્હામાં માત્ર 7દિવસમાં આરોપી વિરૂધ્ધ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ચાર્જશીટ નંબર 20/2026 તા.05/04/2026 થી ફાઇલ કરવામાં આવેલ છે.