Jai Hind

સાવરકુંડલા: સદ્ગતના આત્માની સ્મૃતિમાં કીડીને કીડીયારૂ

સાવરકુંડલાના લોહાણા સમાજના એક પ્રતિષ્ઠિત પરિવાર દ્વારા તાજેતરમાં એક એવી અનોખી પહેલ કરવામાં આવી છે, જે સમાજ માટે માર્ગદર્શક બની રહેશે. પરિવારના એક દિવ્ય આત્માના અવસાન બાદ, પરંપરાગત કુરિવાજો અને નાણાના વ્યયને બદલે આ પરિવારે સેવા અને સમર્પણનો માર્ગ પસંદ કર્યો છે
હાલ પાંચમના પારણાના પવિત્ર અવસરે કરોડો સૂક્ષ્મ જીવોને ભોજન મળી રહે તે માટે આ પરિવારે અત્યંત ઝીણવટભર્યું આયોજન કર્યું હતું. શુદ્ધ ઘીમાં ઘઉં, બાજરો, ચણાનો લોટ, રવો, સીંગદાણા, તલ અને સાકર જેવી નવરત્ન સમાન ખાદ્ય સામગ્રીને ધીમા તાપે શેકીને અત્યંત પૌષ્ટિક ’કણ’ તૈયાર કરવામાં આવ્યા હતા. આ મિશ્રણને પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવાના હેતુથી, વેસ્ટેજ પાણીની 856 ખાલી બોટલોમાં ભરીને કુદરતી વાતાવરણમાં યોગ્ય જગ્યાએ મૂકવામાં આવી હતી. જેથી કીડી જેવા અસંખ્ય નાના જીવો આહાર મેળવી શકે.