સાવરકુંડલા ગામે આવેલ વાડી વિસ્તારમાં રહેતાં અને બાદમાં સુરત ચાલ્યાં ગયેલ આરોપીને સાવરકુંડલા ગામે રહેતી એક મહિલા સાથે આડાસબંધ હોય, જે બાબતે આરોપીનાં પત્નિનીને જાણ થઈ જતાં તેથી પતિ પત્નીઓ વચ્ચે ઝગડાઓ થતા હતાં. અને પત્નિ આરોપીના આડાસંબંધમાં પત્નિ નડતરરૂપ થતી હોઇ જેથી આરોપીએ ચાર વર્ષ પહેલાં પોતાની પત્નિને સૂરાપુરા દાદાના દર્શન કરવાનું બહાનું બનાવી સુરતથી લીલીયા તાલુકાના લોકા ગામની સીમમાં અવાવરુ જગ્યાએ લઇ જઈ આરોપી પતિએ પોતાની પત્નિને રૂમાલ વડે ગળટુંપો આપી પત્નિનુ મોત નીપજાવી તેની લાશ ત્યાં ખાડામાં જ રહેવા દઇ નાશી ગયેલ આ બનાવ અંગે જે તે સમયે મૃતક મહિલાનાં ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
આ અંગેનો કેસ ચાલી જતાં સાવરકુંડલા એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિકાસભાઈ વડેરાની ધારદાર દલીલોને માન્ય રાખી સાવરકુંડલા એડી. સેશન્સ જજ સચિન એસ.સી.શેઠી દ્વારા આરોપી સુરેશભાઈ રાજાભાઈ સોલંકીને આઈ.પી.સી.કલમ 302 માં કસૂરવાર ઠરાવી આજીવન કેદની સજા તથા રૂપિયા 1 લાખ ના દંડની સજા ફટકારી હતી. જ્યારે રૂપિયા 1 લાખ વળતરરૂપે મૃતકના બાળકોને આપવાં પણ આદેશ કરેલ છે.