Jai Hind

ઉના: સોમનાથ બાગના ચોકીદાર તરીકે નોકરી કરતા યુવકને રૂમમાં ત્રણ શખ્સોએ ધુસી આવી માર માર્યો

વરશીગપુર ગામના યુવાનને છોકરી સામે કેમ જોવે છે તેમ કહી માર માર્યો

ઉના ના વરશીગપુર ગામે રહેતા અને સોમનાથ બાગ ખાતે નાઈટ વોચ મેન નું કામ કરતાં રવિભાઈ મેણજી ભાઈ બાંભણીયા ને રાત્રિના સમયે સોમનાથ બાગ ખાતે હનુમાન ચાલીસા નો ધાર્મિક કાર્યક્રમ વખતે છોકરી ઓ ભુતભુત બોલતા રૂમ મા સુતેલા વોચમેન રવિભાઈ મેણજી ભાઈ બાંભણીયા ઊઠી ને વોશરૂમ કરી પરત પોતાના રૂમમાં સુવા ગયેલ ત્યારે સોમનાથ બાગ ના ઉપરના માળે સામેના ભાગે છોકરીઓ બેઠી હોય રવિભાઈ એ પોતાના રૂમનો દરવાજો ખુલ્લો રાખેલ હતો આ દરમિયાન અડધી કલાક પછી રવિભાઈ મેણજી ભાઈ બાંભણીયા ના રૂમમાં જીગ્નેશ કુર્મેશ મનવાણી, કલ્પેશ કિશન મનવાણી અને એક અજાણ્યો શખ્સ મળી ત્રણેય યુવકો એ આવી રવિ ભાઈ બાંભણીયા ને કહેવા લાગેલ કે શું તું છોકરીઓને ડોળા કાઢી જુએ છે તેમ કહી ને જેમ ફાવે તેમ ગાળો આપતા ગાળો આપવાની ના પાડતાં ત્રણેય શખ્સોએ એકદમ ઉશકેરાય જઈ રવિ ભાઈ ને શરીરે આડેધડ ઢિકા પાટુ વડે મુંઢ માર માર્યો હતો અને બારી પાસે ભટકાવી લાકડી વડે આડેધડ માર મારતાં રાડારાડ થતાં રવિભાઈ મેણજી ભાઈ બાંભણીયા ની માતા માલુબેન આવી ગયેલ અને તેણે અને ત્યાં હાજર લોકો એ છોડાવી વરશીગપુર ગામે રવાના કરી દીધા હતાં બાદ મા બીજા દિવસે રવિભાઈ મેણજી ભાઈ બાંભણીયા ને શરીરે દુખાવો થતાં ઉના ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાતાં તેણે આ બાબતે ઉના પોલીસ મા ત્રણ શખસો એ મારમાર્યો હોવા અંગે ફરીયાદનોંધાવતા પોલીસે ઇજા ગ્રસ્ત યુવાન ની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.