Jai Hind

ઉનાના એહમદપુર માંડવી ગામની 11 હેકટર જમીન દીવને ફાળવણી અંગે વિવાદ સર્જાયો

સરકારે દીવ કેન્દ્ર શાસિત પ્રદેશને જમીન ફાળવણીનો હુકમ કર્યો પણ ક્યાંથી જમીન આપવી તેનું સંકલન નહીં કરાતાં અધિકારીએ માપણી કરી નહીં

ગુજરાત ટુરિઝમની જમીન બે હેક્ટર બાદ 9 હેકટર જમીનમા વન્ય વિભાગ, ગામતળ, સાથણી તેમજ માલીકીનો કબ્જો હોવાનું બહાર આવ્યું

ગીર સોમનાથ જિલ્લાના ધોઘલા બીચ નજીકની અહેમદપુર માંડથી ગામની 11 હેક્ટર જમીન કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવને ફાળવવા બાબતે ગુજરાત સરકાર ના મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા હુકમ કરતાં કલેકટર ગીર સોમનાથ દ્વારા દીવ પ્રશાસન ને સાથે રાખી માપણી કરવા હુકમ કરતાં ઉના મામલતદાર રેવન્યુ અધિકારી અને જિલ્લા લેન્ડ રેકર્ડ ના માપણી અધિકારી સ્થળે પહોંચી સ્થિતિ અંગે સમીક્ષા કરતા આ જમીન ફાળવણી અંગે સ્પષ્ટતા કરવા ગ્રામજનો અને સરપંચ દ્વારા અધિકારી સમક્ષ રજુઆત કરતા વિવાદ સર્જાયો હતો. નાયબ સચિવશ્રી (કેબીનેટ). સામાન્ય વહીવટ વિભાગ નો પત્ર ક્રમાંક : મપબ-10-2026 (31)-કેયુ તા 24/3/2026 ના પ્રસ્તાવના અંગે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણના વહિવટદારશ્રીના સલાહકારશ્રીનો તા.10/03/2026ના અ.સ.પત્રથી ગુજરાતના દરિયા કિનારાના ભુગર્ભજળને ક્ષારતાથી બચાવવાના હેતુથી ખંડા બંધારાના બાંધકામ હેતુ માટે દીવ પ્રશાસને દીવના સિમ્બોર ગામની સ.નં. 3 અને 4ની કુલ હે. 10-95-00 ચો.મી.ની જમીનના બદલામાં ઘોઘલા બીચ નજીક આવેલ અહેમદપુર માંડવી ગામની 11 હેક્ટર જમીન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવને તબદીલ કરવા બાબતે રજુઆત કરેલ છે. જે સરકારની વિચારણા હેઠળહતી.
પુખ્ત વિચારણાના અંતે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણને ફાળવવા અગાઉ સંપાદિત કરેલ મોજે. સીમર તા.ઉના, જિ.ગીર સોમનાથની જમીન મહેસૂલ વિભાગ હસ્તક લેવાની રહેશે. તેની સામે બંધારાના બાંધકામ હેતુ માટે દીવ પ્રશાસને ફાળવેલ દીવના સિમ્બોર ગામની સ.નં. 3 અને 4ની કુલ છે. 10-95-00 ચો.મી. જમીનના બદલામાં તેઓની માગણી મુજબની ઘોઘલા બીચ નજીકના અહેમદપુર માંડવી ગામની સર્વે નં.311/1/1/(28)ની જમીન જે પ્રવાસન વિભાગ હસ્તક છે તે જમીન સરકાર હસ્તક પરત લઈને તથા સર્વે નં. 311/1/1/(35)/1ની સરકારી પડતર જમીન છે તે બન્ને સર્વે નંબરની કુલ 11 હેકટર જમીન રૂ. 1/- ટોકન દરે 99 વર્ષના ભાડાપટ્ટે ફાળવવા આથી ઠરાવવામાં આવતાં આ જમીન ની માપણી અંગે કાર્યવાહી થતાંસર્વેનંબર311/1/1/(35) આખો ગામ ને લાગું પડતો નંબર હોય જેમાં વન્ય રીઝવર ફોરેસ્ટ ના કબ્જા હેઠળ હોય તેમજ સી આર જેટ અને ગામતળ તેમજ માલીકી ની જમીન આવતી હોય પરીપત્ર મા સ્પષ્ટતા નહીં હોવાથી દીવ પ્રશાસન વિભાગ ને ક્યાં થી જમીન આપવા ની છે તે અંગે કોઈ ખુલાસો નહી થતા અને વન્ય ફોરેસ્ટ વિભાગ ના માપણી સર્વેયર નહીં આવતા વિવાદ સર્જાયો હતો અને આખરે માપણી નહીં થતાં તંત્ર પાછું વળ્યું હતું
ટુરીઝમ વિભાગ ની જમીન બે હેક્ટર તો ચોક્કસ જગ્યા એ નક્કી છે પરંતુ 9 હેકટર જમીન ક્યાં થી કાઢવી તેવા સવાલે બધાને ધંધે લગાડ્યા બાદ આ અંગે નાલીયા માંડવી ગ્રામપંચાયત ને જાણ નહીં હોવાથી સરપંચ પ્રતિનિધિ રફીક ભાઈ સુમરા તેમજ તલાટી મંત્રી ડોડીયા ધટના સ્થળે પહોંચ્યા હતાં અને સમગ્ર હકીકત સમજાવતા હાલ તકે મામલો શાંત પડ્યો હતો મોટીસંખ્યામાં ગ્રામજનો આવી પહોંચતા નવાબંદર મરીન પોલીસ અધિકારી પરમાર પણ ધટના સ્થળે આવી સમગ્ર બનાવ અંગે વિગતો મેળવી હતી.

જમીન અંગે શું કહ્યું સરપંચ પ્રતિનિધિ રફીક ભાઈ સુમરાએ
નાલીયા માંડવી ગ્રામપંચાયતનાસર્વેનંબર311/1/1(35) અંગે સરપંચ પ્રતિનિધિ એ જણાવ્યું હતું કે આ જમીન ફાળવણી અંગે કોઈ પંચાયત અને ગ્રામજનો ને વાંધો નથી પરંતુ વર્તમાન સ્થિતિ અંગે રેવન્યુ અધિકારી વન્ય વિભાગ અને ગ્રામપંચાયત તેમજ ઉચ્ચ અધિકારી એ સંકલન કરી રેકર્ડ અંગેની ખાત્રિ કર્યા બાદ ક્યાં થી જમીન ફાળવણી કરવી તે અંગેની બેઠક કરી સરકાર મા સાચી સ્થિતિ નો ચિતાર આપવો જોઈએ અહિં જમીન વન વિભાગ ના કબ્જા હેઠળ આવેલી હોય વન્ય પ્રાણી ની અવરજવર રહેતી હોવાથી તેને પણ સાથે રાખી માપણી કરવી જોઈએ જેથી કોઈ વિવાદ સર્જાય નહીં
સરકારે હુકમ કર્યો છે અને સરકારી જમીન છે તે સંકલન સાથે નિકાલ કરાશે: ડેપ્યુટી કલેક્ટર
આ બાબતે ઉના પ્રાન્ત અધિકારી પરમારે જણાવ્યું હતું કે સરકાર ના રેકર્ડ પર સરકારી જમીન બોલે છે અને સરકાર ના આદેશ મુજબ માપણી કરી તે પ્રશ્ર્ન નિકાલ કરાશે રેવન્યુ વિભાગ ગ્રામપંચાયત અને વન્ય ફોરેસ્ટ વિભાગ ને સાથે રાખી માપણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.