યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ઘ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે. જેમાં હાલ ઉનાળાની ગરમીમાં ચકલીઘર તથા પાણીનાં કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આજનાં સમયમાં લુપ્ત થતી ચકલીઓને બચાવવા સંસ્થા ઘ્વારા દર વર્ષે 1000 ઉપરાંત ચકલીઘર અને પાણીનાં કુંડાનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, સંસ્કૃત શકિત ગુરૂકુળ તથા રક્ષા શકિત સ્કુલનાં બાળકો અને ગ્રામજનોને વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ ચકલીઘરનાં માઘ્યમથી ઘેર- ઘેર ચકલીઓનો કલરવ થશે અને આસપાસનું વાતાવરણ નયરમ્ય બનશે.
આપણે પણ એવો સંકલ્પ કરીએ કે, આપણા ઘરે અવશ્ય એક ચકલી ઘર લગાવીશુ અને ચકલીઓને બચાવીશું. આ ચકલીઘરની સાથે પાણી માટેનાં કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષીને પીવા પાણી રાખી શકાય. ગાયત્રી પરિવાર હોમ- હવન, વિધિ-વિધાન સાથે સાથે પક્ષીઓ પ્રત્યેનો પે્રમ પણ વ્યકત કરે છે. પક્ષી પ્રત્યેનો પે્રમ વ્યકત કરતા ચકલીઘર તથા પાણીનાં કુંડાનું વિતરણ કરી સમાજને નવું ઉદાહરણ આપ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તથા ડાયરેકટર શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી આ અભિયાનને સફળ બનાવ્યું હતું.