Jai Hind

ઉનાના નાંદણ ગામની સીમમાં સસલાનો શિકાર કરતા ચાર યુવાનો ઝડપાયા

વનવિભાગે તપાસ કરી રૂ.40,000નો દંડ વસૂલ્યો, પકડાયેલા શખ્સો પાસે ફાંસલો પણ મળ્યો

ઊના તાલુકાના નાંદણ ગામની સીમમાં સસલાનોશિકાર કરવા ગયેલા ચાર યુવાનોને વનવિભાગે ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.40,000નો દંડ વસૂલ્યો છે પકડાયેલા શખ્શો પાસે થી ઘટના સ્થળે શિકાર માટે મૂકેલો ફાંસલો પણ મળી આવતાં કબજે કર્યો હતો
જસાધાર રેન્જના આર.એફ.ઓ. કુલદીપ ચૌહાણને નાંદણ અને નાળિયા માંડવી ગામની વચ્ચે આવેલા બાવળના જંગલમાં કેટલાક શખ્સો શિકાર કરવાના ઇરાદે ગયા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ફોરેસ્ટર જીતેન્દ્ર બાંભણીયા તેમજ સ્ટાફના હરપાલભાઈ અને ડી.પી. સરવૈયા મોડી રાત્રે નાંદણની સીમમાં પહોંચ્યા હતા.જંગલ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલા ચાર શખ્સોને વનવિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાનતેમણેબાજુનાનાળિયા માંડવી ગામના સાબિર કાળુભાઈ શેખ, ઈરફાન યુસુફ ભાઈ સુમરા, જમાલ હનીફભાઈ શેખ અને સાબિર ઈસુફભાઈ સુમરા હોવાનું જણાવ્યું હતું. તેમણે સસલાનો શિકાર કરવા આવ્યા હોવાની કબૂલાત આપતા વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતા સસલા પકડવા નો ફાંસલો મળી આવતા વનવિભાગે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.40,000નો દંડ વસૂલ્યો હતો. આ ચારેય શખ્સો વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરીને કુલ રૂ.40,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.