ઉના પોલીસ અધિકારીએ એસ ટી ડેપો સામે આવેલ જઇઈં બેંકના અઝખમા છેતરપિંડી કરતાં રંગે હાથે રીઢા ગુનેગાર ઝડપી લીધા
ગીર સોમનાથ, તેમજ અમરેલી, સુરત. બોટાદ, રાજકોટ સહિત ના સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લા મા આવેલી બેંક ના અઝખ મા લોકો સાથે લોભામણી વાતો કરી સામે ની વ્યકિત પાસે રોકડા રૂપિયા લઈ ને ગુગલ પે એપ્લીકેશન થી પૈસા ટ્રાન્સફર કરી નકલી ગુગલ પે એપ્લીકેશન ના સ્કીન શોર્ટ બતાવી ઠગાઈ કરીને છેતરપિંડી કરતા નામચીન રીઢા બે ગુન્હેગાર શખ્શો ને ઉના પોલીસે એસ ટી ડેપો સામે આવેલા જઇઈં ના અઝખ માંથી રંગે હાથે જડપી પાડતાં સાયબર ક્રાઇમ બે ગઠીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પુછપરછ આદરી છે. રેન્જ ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્રારા અલગ-અલગ જીલ્લા ઓમા ઠગાઇ-છેતરપિંડીના ગુન્હાઓ મા સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા યોગ્ય કાર્યવાહી કરવા સંયુક્ત સુચના અંતર્ગત, વિભાગીય પોલીસ અધિકારી મહાદેવ એફ. ચૌધરી ના માર્ગદર્શન અનવ્યે. ઉના પોલીસ ઇન્સ્પેકટર જે.કે.મોરી ની રાહદારી હેઠળ સર્વલન્સ ટીમ દ્રારા કલમ-318(4),336(3) ના ગુન્હા મા સંડોવાયેલ સંદીપ ચંદુભાઈ આલગીયા રે જશવંતગઢ ચીતલ જી અમરેલી ધવન કુમાર ઉર્ફે ધુપ દીપ પ્રફુલ મહેતા રે. ત્રિપલા સોસાયટી અમરેલી વાળા ને ટેકનિકલ સોર્સ અને હુમન સોર્સની તેમજ નેત્રમ શાખાની મદદથી પો.કોન્સ.અનિલભાઇ જાદવ ,.સુનીલભાઇ બાંભણીયા ને મળેલી ચોક્કસ બાતમી આધારે ઠગાઇ-છેતરપિંડી કરેલ અનડીટેકટ ગુન્હો ડિટેકટ કરવા વોચ ગોઠવી રંગે હાથે જડપી લીધા હતા ઝડપાયેલ બન્ને શખ્શો એ ગત તા.23/માર્ચ 2026 ના સાંજના સમયે ઉના બસ સ્ટેશન પાસે આવેલી જઇઈં બેંકના અઝખ માં ફરીયાદી પાસે રોકડ રૂપિયા15000/- હજાર અને સાહેદ પાસે રોકડ રૂપિયા 5000/-પોતાના ખાતામાં જમા કરવા ગયેલ ત્યારે આ પકડાયેલા શખ્શો એ ઠગાઇ કરવાના ઇરાદે કહેલ કે મારે ઇમરજન્સી પૈસાની જરૂરીયાત હોય મોબાઇલ ફોન મા ગૂગલ-પે એપ્લીકેશન થી ભોગ બનનાર વ્યક્તિઓના ખાતામાં નાખી દેવાની વાત કરી નકલી ગૂગલ-પે એપ્લીકેશન વડે સ્કીન શોર્ટ બતાવી કુલ રૂપિયા:-20,000/ ની છેતરપિંડી ઠગાઇ-કરી ને ગુન્હો આચરતા રંગે હાથે ઉના પોલીસ એ ઝડપી લીધા હતા અને બન્ને શખ્શો ના કબ્જા માંથી એક હીરો કંપનીનુ એકસ્ટ્રીમ મોટર સાયકલ રજી.નંબર-ૠઉં-32-ઇઈ-5870 એક એપલ કંપનીનો મોબાઇલ. એક સેમસંગ કંપનીનો મોબાઇલ સહિત નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ હાથ ધરી છે.