રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી તથા અનંત અંબાણી દ્વારા શનિવારે દ્વારકા નજીક આવેલા દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મંદિર ખાતે પૂજન અર્ચન કર્યુ હતું. દ્વારકાના હેલિપેડ ખાતે ઉતરાણ કર્યા બાદ પિતા-પુત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા. જયાં તેઓએ દેવાધિદેવને દૂગ્ધાભિષેક – જલાભિષેક અને આરતી સાથે પૂજન અર્ચન કરી નાગેશ્વર દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં નાગેશ્વર મંદિરના પૂજારી ગીરધરભારથીને પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા હતા. અનિવાર્ય સંજોગોને કારણે દ્વારકાધીશ મંદિરે ન પહોંચી શકતા દ્વારકાધીશની ધ્વજાજીને શીશ ઝુકાવી ઠાકોરજીને પ્રણામ કર્યો હતો. (તસવીર : કુંજન રાડીયા)