Jai Hind

ઓહો આશ્ર્ચર્યમ્! તળાજાના એક મહિલા ઉમેદવારના પતિએ કહ્યું પહેલાધર્મ બાદ રાજકારણ

આશ્રમમાં સેવાનો વારો હોય ચૂંટણી પ્રચાર પડતો મુક્યો

આ વખતે ચૂંટણી પ્રચાર માટે માત્ર નવેક દિવસ જ છે.આથી ખાસ કરીને જિલ્લા પંચાયત ની ચૂંટણી લડતા હોય તેવા ઉમેદવાર માટે એક એક દિવસ અને કલાકો મહત્વ ની છે ત્યારે તળાજા પંથક ની એક જિલ્લા પંચાયત ના મહિલા ઉમેદવાર ના પતિ ના વાયરલ ફોટાઓએ ચકચાર સાથે ભારે આકર્ષણ જમાવ્યું છે.તળાજા તાલુકામા ટીકીટ મેળવવા થી લઈ ફોર્મ ભરવા સુધીનો રાજકીય સિનારિયો જુદોહતો.ટીકીટ ફાઇનલ થઈ ગયા બાદ અમારું ધ્યાન રાખજો,કાઈ સૂચન હોય તે કહેજો જેવા શબ્દો સાથે ફોન રણકતા થયા છે.ડોર ટુ ડોર પ્રચાર અને પ્રચાર સામગ્રી થી લઈ બુથ મેનેજમેન્ટ ના માઈક્રો આયોજન થવા લાગ્યા છે.
આવા સમયે નોખી માટીના માણસો પણ જોવા મળે છે ખરા.ઠળિયા જી.પં. બેઠક પર ચૂંટણી લડતા મહિલા ઉમેદવાર ના પતિ પરેશભાઈ પનોત ના વાયરલ ફોટા એ ચકચાર જગાવી છે.કારણ કે તેઓ ને પત્ની ને વિજયી બનાવવા માટે આજે ચૂંટણી પ્રચારમાં જવાનું હતું.તેના બદલે તેઓ અધેવાડા સ્થિત પૂ.સીતારામબાપુ ના આશ્રમે આજે તેઓની સેવાનો વારો હોય ત્યાં સેવા માટે નિયત સમયે સાથી સેવકો સાથે પહોંચી ગયા હતા. તેઓએ જણાવ્યું હતુ કે આર્થિક રીતે સમૃદ્ધ હોવું તેના કરતાંય કુદરતે શરીર ની સમૃદ્ધતા હોવી એ ભગવાન ની દેન છે.આ શરીર ભગવાન કાર્ય માટે વપરાય તે મહત્વ નું છે. રાજકારણ પછી,પહેલા ધર્મ કાજે સેવા મહત્વ ની છે.