Jai Hind

સુરતથી ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી પોલીસ

આરોપી સામે રૂા. 9.60 લાખના હીરા ખરીદી પેમેન્ટ ન કર્યાનો આરોપ

અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા સારૂ ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, આ ડ્રાઇવ દરમ્યાન અમરેલી પોલીસ ઇન્સ્પે.સી.પી.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ અમરેલી પેરોલ ફર્લો ટીમ દ્વારા સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનના ઈંઙઈ કલમ-409 મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સુરેશ ભીખાભાઈ ધાનાણી (રહે.દાડમાં તા.લીલીયા જિ.અમરેલી) વાળો નાસતો ફરતો હોય જે બાબતે અમરેલી પેરોલ ટીમ દ્વારા તપાસ તજવીજ કરાવતા મજકુર આરોપી તા.11/ ના રોજ દાડમા ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ લીલીયા પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ કરેલ છે.
સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનના ગુન્હાના આશરે છ-એક માસ પહેલા આ આરોપીએ સુરત રહેતાં એક વેપારી પાસેથી હીરા (ડાયમંડ) રૂપિયા 9,60,891 ના ખરીદ કરેલ હતાં. અને આજ સુધી ખરીદેલ તે હિરાનુ પેમેન્ટ નહી ચુકવી એક વેપારી સાથે વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ હતો. જે ગુન્હામાં આ આરોપીનુ નામ ખુલવા પામેલ હતી. જેથી મજકુર આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.