Jai Hind

સાવરકુંડલામાં ગેસ એજન્સીની મનમાની વિતરણ વ્યવસ્થામાં ખામીથી લોકો પરેશાન

ગેસ એજન્સીનો સંચાલક એરિયા, મેનેજર પ્રાંત અધિકારી, મામલતદાર, ધારાસભ્યને પણ ગાંઠતો નથી

સાવરકુંડલા શહેરમાં છેલ્લા બે માસથી સિલિન્ડર વિતરણ વ્યવસ્થામાં ગ્રાહકો પરેશાન થતો એરીયા મેનેજર ગુપ્તા પ્રાંત અધિકારી તથા મામલતદાર અને ધારાસભ્યએ સૂચનાઓ આપતા તેમનો અમલ નથી.સાવરકુંડલા શહેરમાં પોલીસ ચોકી ની નજીક જ એરોગેસ એજન્સી આવેલી છે છેલ્લા બે માસથી લોકોની મોટી ભીડ જોવા મળે છે મહિલાઓ પરેશાન થાય છે છાંયડાની કે પાણીની વ્યવસ્થા નથી અને વિતરણ વ્યવસ્થામાં સંપૂર્ણપણે ગેરવ્યવસ્થા જોવા મળે છે ઇન્ડિયન ગેસ એજન્સીના એરીયા મેનેજર ગુપ્તાએ પરિસ્થિતિ જાણવા માટે બે દિવસ પહેલા એટલે કે શુક્ર અને શનિ બે દિવસ રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ તમામ ગેરવ્યવસ્થા નજરે નિહાળી હતી જે માહિતી મળી રહી છે તે મુજબ 1200 જેટલા સિલિન્ડરનો કોઈ હિસાબ મળતો નથી. એરીયા મેનેજર ગુપ્તા ના જણાવ્યા મુજબ સિલિન્ડર વિતરણ નો હિસાબ પ્રતિદિન સાંજે મળી જવો જોઈએ જે ન મળતા સીલીન્ડર ની નવી ગાડી ની ડીલેવરી કરવામાં આવતી નથી ગેસ કંપની પાસે ગેસ સિલિન્ડરની કોઈ કમી નથી પૂરતા પ્રમાણમાં જથ્થો છે અને જેટલો માગે તેટલો જથ્થો આપવા માટે કંપની તૈયાર છે પરંતુ વિતરણ વ્યવસ્થા અને હિસાબી વ્યવસ્થા અનિયમિત અને અયોગ્ય હોય જેને કારણે નવી ગાડીઓની ડીલેવરી કંપની તરફથી મોકલવામાં આવતી નથી બે દિવસ પહેલા પ્રજાની વેદના ને વાચા આપવા માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ મુલાકાત લીધી હતી. લોકોને સાંભળ્યા હતા અને એરોગેસ એજન્સીના બાબાભાઈ શેઠને કડક સૂચના આપવામાં આવી હતી કે અહીંયા લોકો પીડાય છે તેમની માટે પૂરતા છાંયડાની કે પાણીની વ્યવસ્થા તમે કરી દીધી નથી બે દિવસ બાદ લોકોને ઘેરે બેઠા સિલિન્ડર મળે તે પ્રકારની વ્યવસ્થા કરવાની કડક સૂચના આપવામાં આવી હતી પરંતુ આજે સોમવારે વહેલી સવારથી જ લોકોની મહિલાઓની સાથે આવેલા નાના-નાના બાળકોની મોટી સંખ્યા આ પીડા અને ગરમી સહન કરી રહી છે પ્રાંત અધિકારી એરિયા મેનેજર મામલતદાર અને ધારાસભ્યની એક પણ સૂચના નો અમલ નહીં કરનાર આ એજન્સી ને હવે કડક હાથે કામ લેવાની જરૂર છે એક પણ અધિકારી કે પદાધિકારી ની સુચના નો અમલ નહીં કરનાર અને મનમાની કરનાર એજન્સી સામે સાવરકુંડલાના સિલિન્ડર ગ્રાહકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ 200 ઉપરાંત ભાઈ બહેનો એજન્સીના ઓફિસે આવી જાય છે એજન્સી નો સમય સવારે 9:00 થી સાંજના 6 સુધીનો છે પરંતુ 5:00 વાગે અથવા તો તેની થી વહેલા નોંધણી અને વિતરણ વ્યવસ્થા બંધ કરી દે છે.