ઉનાળાની શરૂઆત થતા જ ગરમીથી બચવા સરિસુપો દરથી બહાર નિકળતા હોય છે. ત્યારે ગઈકાલે ભાણવડ પંથકમાં એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા રહેણાંક વિસ્તારમાંથી અલગ અલગ 7 સાપ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં.
અશોકભાઈએ આ તમામ સાપને સુરક્ષિત રીતે પકડી બરડા ડુંગરના કુદરતી આવાસમાં મુક્ત કરી વન્યજીવ પ્રેમી તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું છે. ગરમીના દિવસોમાં વન્યજીવો દેખાય તો તેમને નુક્શાન ન પહોંચાડવા તેમણે અપીલ કરી છે.