Jai Hind

વિરપુરમાં ભાજપના બે સીનીયર કાર્યકરોની સ્થાનિક આગેવાનો દ્વારા અવગણનાથી વિવાદ

અગ્રણીઓની અવગણતા થતા કોળી અને ખાંટ રાજપૂત સમાજમાં ઉગ્ર રોષ

રાજકોટ જીલ્લા પંચાયત – વિરપુર -36 ની બેઠકનો મેન્ડેટનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં વધુ બે ભાજપના સીનીયર કાર્યકરો કેશુભાઈ મેર અને અનિલભાઈ સરવૈયાની સ્થાનીક ભાજપના આગેવાનો દ્વારા અવગણના..!પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં યુવા કાર્યકરો અને સક્રીય ભાજપના કાર્યકરને આગળ ધપાવવા માટે પોતાના પરીવારના અને વ્હાલા/માનીતા કાર્યકર મિત્રોને ટીકીટ મળશે નહી અને ભાજપ દ્વારા જાહેર કરાયેલ માપદંડ મુજબ જ ટીકીટ ફાળવવામાં આવશે તેવું જાહેર કરનાર ભાજપને તેમનાજ વિરપુર ગામના સ્થાનીક આગેવાનો જે વિરપુર 36 સીટના મેન્ડેટ વિવાદમાં ફસાયા બાદ પોતાના માનીતા કાર્યકરોને લાગવગથી ટીકીટ વહેંચણી કરી વિરપુર ગામમાં રાજકીટ માહોલ ગરમાયો છે. ભાજપે જાહેર કરેલા માપદંડોમાં વિરપુર ભાજપના સ્થાનીક આગેવોનોએ જ અમલ કર્યો નથી. જેથી કાર્યકરોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વિરપુર જીલ્લા પંચાયત 36 બેઠકોનો ટીકીટ ફાળવણી મુદ્દો હજુ ચર્ચાસ્પદ છે ત્યારે વિરપુર ભાજપના સ્થાનીક આગેવાનો માં કોળી સમાજના પ્રમુખ કેશુભાઈ રવજીભાઈ મેર અને ખાંટ રાજપુત સમાજના યુવા આગેવાન અને સામાજીક કાર્યકર તથા હરહંમેશ રાજકીય કાર્યક્રમ માટે તત્પર રહેનાર એવા અનિલભાઈ સરવૈયાની વિરપુર ગામના સ્થાનીક આગેવાનો દ્વારા તથા તેના મળતીયાઓ દ્વારા અવગણના કરી તેઓનું નામ સુચીત યાદીમાં ન આવે તેવા પ્રયત્નો હાથ ધરેલ હોય જેથી આ મુદ્દો વિરપુર ગામમાં ટાઉન ઓફ ટોક બની ગયેલ છે. રાજકોટ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચુંટણીમાં કેશુભાઈ મેર અને અનિલભાઈ સરવૈયાએ ભાજપની સેન્સ પ્રક્રીયા દરમીયાન પોતાની ઉમેદવારી અંગે તાલુકા પંચાયત બેઠક અને જીલ્લા પંચાયત બેઠક માં ઉમેદવારી કરવા ટીકીટની માંગણી સેન્સ નીરીક્ષકો પાસે કરવામાં આવેલ પરંતુ સ્થાનીક ભાજપના આગેવાનો જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જે ત્રણ નામની યાદી મોકલવાની હતી તે યાદીમાં પણ ઉપરોકત સીનીયર આગેવાનોની સ્થાનીક ભાજપના આગેવાનોએ કદ પ્રમાણે વેતરી નાખી નામો મોકલેલ નથી અને સ્પષ્ટ પણે જ્ઞાતિવાદ તથા જુથવાદ નો મુદ્દો બનાવી સીનીયર કાર્યકરોની બાદબાકી કરેલ છે. વિરપુર -1 તાલુકા પંચાયત ની બેઠકમાં સંજય કેશુભાઇ મેર પ્રબળ દાવેદાર હોવા છતા સ્થાનીક આગેવાનોએ પોતાના માનીતા કાર્યકરોને ટીકીટ આપવાની ઘેલછા એ ગત સને – 2021 ની ચુંટણીમાં આ જ વિરપુર -1 તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ તરફથી લડેલા ઉમેદવાર રમેશભાઈ મોહનભાઈ શેખને ટીકીટ આપી નિયમોનો ભંગ કરેલ છે. જ્યારે ભાજપ માટે હર હંમેશ તત્પર રહેનાર કાર્યકરોને ટીકીટથી વંચીત રાખવામાં આવેલ છે. તેવી જ રીતે વિરપુરના પડતર પ્રશ્નનોને અવાર નવાર સરકારશ્રીમાં રજુઆત કરનાર સામાજીક કાર્યકર અને છેલ્લા 30- વર્ષથી ભાજપમાં સક્રીય કાર્યકર રહી સેવાકીય કાર્યો કરનાર અને જેતપુર તાલુકા માં ખાંટ રાજપુત સમાજની બહોળી વસ્તી ધરાવતાં વિસ્તારમાં એડવોકેટ અનિલભાઇ સરવૈયાએ રાજકોટ જીલ્લા પંચાયત વિરપુર સીટ અને તાલુકા પંચાયતની સીટમાં ઉમેદવારી કરવા ટીકીટની માંગણી કરેલ પરંતુ સ્થાનીક ભાજપના આગેવાનોએ ભાજપ માટે પોતાનું જીવન સમર્પીત કરનાર એવા સ્વ. વેલજીભાઈ સરવૈયા પરીવાર ની કદર કરેલ નથી અને તેના નામ માટે ભલામણ પણ કરેલ નથી. જેથી સ્થાનીક કાર્યકરો તથા ખાંટ રાજપુત સમાજમાં ખુબ જ બહોળા પ્રમાણમાં નારાજગી જોવા મળી રહી છે. વિરપુરમાં જીલ્લા પંચાયતની બેકઠ ના મેન્ડેટનો વિવાદ તેમજ સીનીયર આગેવાનોની અવગણનાની કેવી અસર થશે એ આગામી ચુંટણીના પરીણામ પરથી જોવા મળી રહેશે તેવી લોકમુખે ચર્ચાઓ જાગી છે.