સંબંધના કારણે 8 લાખના ત્રણ ચેક આપ્યા હતાં, રકમ ચૂકવી દીધા પછી પણ કોરા ચેકનો દુર ઉપયોગ કરાયો હતો
ગીરગઢડા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ મા ચાલતા રુ 8 લાખ ના ત્રણ ચેક રિટર્ન કેસમાં ગીરગઢડા તાલુકા ના ધોકડવા ગામ ના ત્રણ શખ્શો ને નિર્દોષ છોડી મુક્યા છે.
આ સમગ્ર બનાવ ની વિગત અનુસાર ગીરગઢડા તાલુકા ના મોતીસર ગામ ના દેવલસંગ જેસંગભાઈ પરમાર એ ધોકડવા ગામના શખ્શો ને મિત્રતા સંબંધના દાવે હાથ ઉછી ના રૂ. 8 લાખ આપેલ જેની સામે 6 લાખ નો કોરો ચેક કનુભાઈ હમીરભાઈ મકવાણા તેમજ એક એક લાખ ના કોરા ચેક રમેશભાઈ નાના ભાઈ વાળા તથા મનુભાઈ ધનાભાઈ પાસેથી દેવલસંગ જેસંગ પરમારે લીધા હતા આમ ત્રણેય ધોકડવા ના શખ્શો ને સંબંધ રૂહે રકમ આપેલ હોય આ ચેક ફરીયાદી દેવલસંગ જેસંગ પરમારે પોતાના સૌરાષ્ટ્ર ગ્રામિણ બેન્ક ધોકડવા શાખા માં જમા કરાવતા ચેકો ખાતા માં પૂરતું ભંડોળ ન હોવાના કારણે રિટર્ન થતાં ફરિયાદી એ તેમના વકીલ મારફત નોટિસ ફટકારી ગીર ગઢડા સિવિલ કોર્ટ માં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ ત્રણ કેસો દાખલ કરેલ જે કેસ પ્રિન્સિપાલ સિવિલ જજ એચ એમ વિશ્વાસ ની કોર્ટ મા ચાલી જતા ફરિયાદીની ઊલટ તપાસ અને આરોપી નું વિશેષ નિવેદન નોંધી આરોપીના સાહેદો ની જબાની પુરાવા તપાસવા માં આવેલ હતા
આરોપીઓના વકીલ જવેરી દ્વારા ફરિયાદીની ઊંડાણ પૂર્વક ઊલટ તપાસ કરવામાં આવતા અને ખોટી રીતે ખોટો કેસો ઊભો કરેલા હોય અને કોરા ચેકોનો દુરુપયોગ કરી આરોપીઓને ખોટી રીતે સંડોવવા પ્રયત્ન કરેલ હોય તે સાબિત કરતાં ગીરગઢડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ જજ એચ.એમ.વૈષ્ણવ દ્વારા એસ.એસ.ઝવેરી ની દલીલો ધ્યાને લઇ કેસને પુરાવાથી લેશમાત્ર સમર્થન મળતું ન હોય કે અન્ય કોઈ પુરાવાથી સમર્થન ન મળતું હોય એકબીજા થી વિપરીત પુરાવા ને ધ્યાને લઇ ને ત્રણેય ધોકડવા ના શખ્શો ને નિર્દોષ છોડી મુકતો ચુકાદો આપ્યો હતો