સોનાની લગડી, રોકડ સહિત રૂા.8.75 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો
શહેરના કેમ્પ એરિયા વિસ્તારમાં બે મહિના પૂર્વે થયેલી સોનાના દાગીનાની ધરફોડ ચોરીના ગુનામાં ભુજ બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ ચોરીમાં સંડોવાયેલી ત્રણ મહિલાને ઝડપી તેમની પાસેથી 8.75 લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા મળેલી સૂચના અન્વયે બી-ડિવિઝન પીઆઈ એ.એમ. હેરમાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમ તપાસમાં હતી. પીએસઆઈ ઝેડ.એમ. મલેક અને એએસઆઈ દિલીપસિંહ સિંધવને બાતમી મળી હતી કે કેટલીક મહિલાઓએ આ ચોરીને અંજામ આપ્યો છે. જે આધારે ટીમો બનાવી તપાસ પોલીસ સ્ટેશન હાથ ધરતા 3 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી જેમાં ભુજના રહેવાસી એવા જાનકી, કુસુમ, મુમતાઝ ઉર્ફે રજીયાની અટકાયત કરાઈ છે. પોલીસે સોનાની લગડી 74.740 બી-ડિવિઝન પોલીસે 8.75 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો!
ગ્રામ કિંમત 8,24,000, રોકડ રકમ 55,000 મળી 8,75,000નો મુદામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ વિવિધ ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરીમાં પીઆઈ એ.એમ. હેરમા સાથે પીએસઆઈ એમ.એચ. પટેલ, પીએસઆઈ ઝેડ.એમ. મલેક, એએસઆઈ દિલીપ સિંહ સિંધવ, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ વણકર, નરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ માજીરાણા, મુકેશકુમાર પટણી, મહાવીરસિંહ જાડેજા, પ્રકાશભાઈ ઠાકોર, લાલજીભાઈ મકવાણા તથા કોન્સ્ટેબલ શ્યામ ગઢવી અને નાનુભાઈ કરમટા જોડાયા હતા.