Jai Hind

ખંભાળીયામાં જીકાસ પોર્ટલની ખામી મુદ્દે એબીવીપીના સુત્રોચાર

જોધપુર ગેઇટ નજીક કાર્યકરોેએ વિરોધ પ્રદર્શન કર્યું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત બે વર્ષથી ખામી ધરાવતા જી.સી.એ.એસ. પોર્ટલના વિષયને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ નક્કર પ્રકારના પગલાં વિદ્યાર્થી હિતમાં લેવામાં આવ્યા ન હોવાનું ખુલવા પામ્યું છે. જેના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એબીવીપી દ્વારા આજરોજ ખંભાળિયામાં જોધપુર ગેઈટ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન બાદ અહીંના કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. જો આગામી સમયમાં આ માંગ સ્વીકારવામાં આવશે નહીં તો સમગ્ર રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચારવામાં આવી હતી.