પોલીસે રૂા. 28.500નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ આદરી
ભાણવડ નજીક પોરબંદર હાઈવે પર પાછતર ગામના દુંગરાળ વિસ્તારમાં પોલીસે દેશી દારૂ અંગે દરોડા પાડી દારૂ સહિત આથો તેમજ દારૂ ગાળવાની નળી સહિત કુલ રૂા. 28.500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જો કે આરોપી બુટલેગરને પોલીસની ગંધ આવી જતાં તે ફરાર થઈ ગયો છે. રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્તરાયે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ ડી.વાય.એસ.પી. મીત રૂદલાલને જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ સામે કડક સુચના આપી હતી.
જે સુચનાં અનુસાર ભાણવડ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન પાછતર ગામે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળી હતી. જેથી ભાણવડ પોલીસ સ્થળ પર પહોંચી તલાસી લેતા ગામમાં ટાટા કંપનીની ઓફીસ પાછળ દારૂ બનાવવાની મીની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી પંદર હજારની કિંમતનો છસો લીટર આથો તથા દશ હજારની કિંમતનો છસો લીટર આથો તથા દશ હજારની કિંમતનો છસો લીટર આથો તથા દસ હજારની કિંમતનો પચાસ લીટર દેશી દારૂ અને રૂા. 3500ની કિંમતની દારૂ ગાળવાની નળી મળી કુલ રૂા. 28,500નો મુદ્દામાલ કબ્જે લીધો છે. જો કે, આરોપી નાશી ગયો હતો. દારૂની કાર્યવાહીમાં ભાણવડના પીઆઈ કે.જે. કરપડા, તેમજ સ્ટાફના જયપાલસિંહ જાડેજા, જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા, લાબાભાઈ ખાટલિયા, નારણભાઈ બેલા, યોગરાજસિંહ ઝાલા સહિત રોકાયા હતાં.