Jai Hind

કૌટુંબીક ભાઈની દીકરીને ભગાડી જનાર યુવકને ઢોરમાર મારી મૃત્યુ નિપજાવનાર ત્રણ આરોપીની ધરપકડ

રાજુલા તાલુકાના ધારેશ્ર્વર ગામનો બનાવ
તુ અમારી બહેનને ભગાડી જતાં અમારી આબરૂ જતી રહેલ છે તેમ કહી કૌટુંબીકભાઈઓ યુવક પર તુટી પડ્યા હતા

પોતાના જ કૌટુંબિક ભાઈની દીકરીને એક વર્ષ પહેલાં ભગાડી જનાર યુવકના ભાઈઓએ કહેલ કે, તું અમારી બહેનને ભગાડી લઈ ગયેલ હતો. જેથી અમારી આબરૂ જતી રહેલ છે.તેમ કહી ત્રણ આરોપીઓએ આ યુવકને પેન્ટના પટ્ટા તથા દોરી વડે આખા શરીરે આશરે બે કલાક સુઘી અતિશય માર મારી જીવલેણ ઇજાઓ કરી યુવકને પાછો વાડીએ મુકી ગયાં હતાં. આ યુવકનું મોત નિપજતાં પોલીસે આ બનવાનાં ત્રણ આરોપીઓને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. રાજુલા તાલુકાના ઘારેશ્વર ગામે ઘારનાથ રોડ ઉપર રહેતાં નરશીભાઇ ટભાભાઇ સોલંકીના ભાઇ મરણજનાર દિનેશભાઇ ટભાભાઇ સોલંકી નામનાં 35 વર્ષીય યુવકને તેમના કુટુંબીક ભાઇની દિકરી સાથે પ્રેમ સબંઘ હોય, જેથી તેણીને એક વર્ષ પહેલા ભગાડીને મોરબી લઈ ગયેલ હતો. અને આ પણ બે મહિના સુઘી દિનેશભાઇ સાથે મોરબી રહયાં બાદ પરત તેના પિતાના ઘરે આવતી રહેલ હતી.
તેથી જ ગામે રહેતાં સોનલના ભાઈ આરોપી રાજેશ ઉર્ફ રાકેશ ભનુભાઇ સોલંકી તથા સુરસિંહ ભનુભાઇ સોલંકી અવાર નવાર આ દિનેશભાઇને સામે મળે ત્યારે ધાક ઘમકીઓ આપતા હતા. તે વાતનું આ દિનેશભાઇ તથા આરોપીઓ વચ્ચે મન દુ:ખ ચાલતુ હતું.
ગત તા.18 રોજ મોરબીથી રાજુલા તાલુકાના ભાક્ષી-1 ગામે કાળુભાઇની વાડીએ દિનેશભાઇ મજુર લેવામા માટે આવેલ હતા. અને તે કાળુભાઇની વાડીએ સુતા હતા. તેવામા રાત્રીના સાડા આઠેક વાગ્યે રાજેશ ઉર્ફ રાકેશ સોલંકી, સુરસિંહ સોલંકી તથા નવી માંડરડી ગામે રહેતાં કેવલ નામનાં ત્રણેય આરોપીઓ એકસંપ કરી એક મોટર સાયકલ લઈ તે વાડીએ જઈ અને મરણજનાર દિનેશભાઇને તે વાડીથી થોડે દુર ઘારેશ્વર જવાના કાચા રસ્તે લઈ જઈ ત્રણેય આરોપીઓએ મરણજનારને કહેલ કે, તું અમારી બહેનને ભગાડી લઈ ગયેલ હતો. જેથી અમારી આબરૂ જતી રહેલ છે. તેમ કહી મરણજનારને ગાળો આપી આરોપીએ પોતાના પેન્ટના પટ્ટા તથા દોરી વડે આખા શરીરે વારા ફરતી આશરે બે કલાક સુઘી પટા તથા દોરી વડે અતિશય માર મારી આખા શરીરે જીવલેણ ઇજાઓ કરી મરણજનારને પાછો તે વાડીએ મુકી ગયાં હતાં.
બાદ મરણજનારને શરીરે અસહય દુ:ખાવો થતા સારવાર માટે દાખલ કરેલ મરણજનારના શરીરે અસંખ્ય જગ્યા ઉપર સતત મુંઢ મારથી અતિશય મુંઢ માર મારી જીવલેણ ઇજાઓ કરી મરણજનાર દિનેશભાઇ ટભાભાઇ સોલંકી નામનાં 35 વર્ષીય યુવકને મોત નિપજાવી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાય હતી.
આ બનાવમાં રાજુલા પોલીસ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ.કોલાદરા તથા ટીમે બનવાની ગંભીરતા સમજી અને આરોપીઓ નાશી છૂટે તે પહેલાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.