Jai Hind

સાવરકુંડલામાં આઇપીએલ ક્રિકેટ મેચમાં સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

રોકડા રૂા.23,500 મળી રૂા.1.23 લાખનો મુદ્દામાલ જપ્ત’

જાહેરમાં આઇ.પી.એલ. ની સનરાઇઝ હૈદરાબાદ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ ફોનમાં જૂફતશિંસ કશદય ઝદ નામની એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચમાં રનફેરનો ભાવ ફોનથી સહ આરોપીઓને આપી, પૈસા વડે “ક્રિકેટનો સટ્ટો રમી/રમાડતા સાવરકુંડલાના નુરાનીનગરમાં રહેતાં રૂસ્તમ ઉર્ફે બાવલો હબીબભાઇ કુરેશી નામનાં ઇસમને રોકડા રૂપિયા 23,500 તથા મોબાઇલ ફોન 1 કિંમત રૂપિયા 1,00,000 મળી કુલ કરૂપિયા 1,23,505 ના મુદ્દામાલ સાથે પકડી પાડી, તથાઆ બનાવમાં સંડોવાયેલ મહુવા ગામે રહેતાં આરોપીઓ જીતુ મગનભાઇ મારૂ, મહેશ જેન્તીલાલ મહેતા તથા સાદીક કરીમભાઇ સોરઠીયા વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી રૂસ્તમ ઉર્ફે બાવલાને મુદ્દામાલ સાથે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.