Jai Hind

પારિવારિક ઝઘડામાં ભત્રીજાએ જ મોટા બાપુની હત્યા નીપજાવી’તી

વોંધમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો


અહીં વોંધ પુલીયા પાસે મહંતપુરાના હરીદાસ ત્રિભોવનદાસ સાધુની હત્યા કરવામાં આવી હતી. આરોપી મુકેશ ઘનશ્યામદાસ સાધુએ પીસ્તોલથી ફાયરીંગ કરી મોત નિપજાવ્યું હતું. ફરીયાદીના ભાઈ હસમુખ સાધુને પણ મારવા માટે પાછળ દોડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ચકચારી બનાવમાં ભચાઉં પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ પોલીસ તાત્કાલિક કામગીરીને કરીને આોપીને ઝડપી પુછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી. પારીવારીક મુદ્દે અવારનવાર ઝઘડો થતો જે મુદ આ બનાવ બન્યા હોવાનું પોલીસમાં જણાવાયું હતું. મેં તક રોજ અહીં બેસવા માટે આવતા હતા. આરોપીએ પ્રથમ તલવારનો ઘા માર્યો પણ લાકડી આડી દેતા પીસ્તોલથી ફાયરીંગ કરી બનાવને અંજામ અપાયો હતો. ભચાઉ પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.