સહકારી આગેવાનો અને સમાજ અગ્રણીઓ સાથે વાર્તાલાપ
બોટાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં સહકારી આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે મુલાકાત કરી હતી. જન-જનનો વિશ્વાસ અને ભાજપાની કાર્યનિષ્ઠા જ આવતીકાલના સમૃદ્ધ ગુજરાતનો પાયો છે.
ગુજરાતની અવિરત વિકાસયાત્રામાં સહભાગી થવા અને ભાજપાના લોકકલ્યાણના કાર્યોને વધુ વેગ આપવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવા આહવાન કર્યું. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં વિકાસની ધારાને અવિરત રાખવા કટિબદ્ધ છે. આ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી રિવાબા જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ પંડ્યા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રભારી દશરથજી ઠાકોર, ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સહિત સંગઠનના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.