Jai Hind

સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતા મોરારિબાપુ

કૈલાસ ટેકરી સગાપરા ધાર પર રામકથાનો લાભ લેતાં ધાર્મિક રાજકીય મહાનુભાવો

પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર સ્થાન પર રામકથા ગાન કરતાં મોરારિબાપુએ સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં કથા મહિમા વર્ણવ્યો છે. આજની કથામાં રામકથા લાભ લેતાં ધાર્મિક રાજકીય મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં હતાં.
લાલગિરિબાપુ ગુરુ વિજયગિરિ બાપુનાં સંકલ્પ નેતૃત્વ સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા ’માનસ શિવ સંકલ્પ’ ગાન લાભ મળી રહ્યો છે. આજે વ્યાસપીઠ પરથી પ્રકાશન વિમોચન પણ થયું.
સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં મોરારિબાપુએ ક્થા મહિમા વર્ણવ્યો છે. આપણો સંકલ્પ નહી પણ મનોરથ પૂરા થશે તેમ ભાવ વ્યક્ત કરી સંકલ્પમાં અહંકાર તત્ત્વ હોવાનું જણાવી મનોરથ યોગ્ય ગણાવેલ.
મોરારિબાપુએ ટકોર કરી કે, ગુરુ માત્ર દીક્ષા નથી આપતા, શ્રધ્ધા પણ આપે છે. શ્રધ્ધા વગર જ્ઞાન, વિશ્વાસ વગર ભક્તિ અને ભરોસા વગર ભજન, આ બધું નકામું તેમ જણાવી કથામાં શિવ પાર્વતી સંવાદ પ્રવાહ આગળ વધાર્યો હતો. કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ રામકથામાં અહોભાવ વ્યક્ત કરતાં કહ્યું કે, ભારતને વિરાસતમાં મળેલ રામાયણ, મહાભારત, ગીતા વગેરે સાથેના શાસ્ત્રો આપણને દર્શન સાથે દિશા આપે છે. આપણી આ પરંપરાના વાહક રહેલ શાસ્ત્ર સંગત જ્ઞાન મોરારિબાપુ દ્વારા મળી રહ્યાનો સદર ઉલ્લેખ કર્યો.
આ પ્રસંગે જૈન મુનિ હાર્દિક રત્નસુરિશ્વરજી મહારાજ દ્વારા પોતાની વાતમાં રામકથા અને મોરારિબાપુ દ્વારા સમાજને નવી દિશા મળી રહ્યાનું જણાવ્યું.