કોઈને કોઈ કારણોસર રોડ ખોદી નાખતા હોવાની રાવ
તાજેતરમાં નવો ડામર રોડ બનેલો ભીમનાથ રોડ ઉપર અને વીપી રોડ ઉપર બંને રોડમાં 15 દિવસ પહેલા મોટા મોટા ખાડા ખોદિયાને રોડનો સત્યા નાશ કરી નાખ્યો હતો ત્યાર પછી વળી પાછો ભીમનાથ રોડ ઉપર પણ ગટરના કામકાજ માટે નવા રોડનો સત્ય ના સ કાઢી નાખ્યો છે તેમજ વીપી રોડ ઉપર પણ જે 15 દિવસ પહેલા ખાડો ખોદી અને અખબારી અહેવાલોને કારણે જેમ તેમ રિપેર કરીને તે ખાડો પૂરી દેવામાં આવ્યો હતો પરંતુ તંત્રની ભૂલ ના કારણે ફરી પાછો એ જ રોડ પર તે ખાડા થી થોડે દૂર પાછો ફરી ખાડો ખોદવામાં આવી રહ્યો છે તેમજ ભીમનાથ રોડ ઉપર ત્રણ માસ પહેલા જ નવો ડામર રોડ બનેલો તેમાં પણ ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન માટે તે નવો રોડ તોડીને ત્યાં પણ મસ્ મોટો ખાડો કરવામાં આવ્યો હતો એ ખાડો કર્યા પછી તેની બાજુમાં બે જ મીટરમાં ફરી પાછો આજે ખાડો ખોદી અને ભૂગર્ભ ગટર રીપેર કરવામાં આવી રહી છે આ રીતના તંત્રની બેદરકારીને કારણે નવા રોડમાં ખાડાઓનો વિકાસ આસમાને પહોંચી રહ્યો હોય અને લોકો અને આ રસ્તાઓના ખાડાથી કંટાળી ગયા છે તંત્રની ઘોર બેદરકારીને કારણે સરકારની ગ્રાન્ટોનો દુરુપયોગ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. વીપી રોડ ઉપર જે ખાડો પંદર દિવસ પહેલા ખોદવામાં આવ્યો હતો તેનાથી 15 મીટર દૂર ફરી પાછો પાણીની લાઈન માટેનું ખાડો ખોદવામાં આવી રહ્યો છે લોકોની પંદર દિવસની યાતના પછી પણ પાછું ઠેર ને ઠેર તકલીફ બેઠવી પડી રહી છે બીજી તરફ ભીમનાથ રોડ ઉપર 20 એક દિવસ પહેલા જે ભૂગર્ભ ગટરના લઈને નવો રોડ તોડવામાં આવ્યો હતો તેની બાજુમાં બે મીટર જ પાસે ફરી ભૂગર્ભ ગટર માટે ખાડો ખોદવામાં આવી રહ્યો છે અને લોકોની યાતનાઓનો કોઈ પાર રહ્યો નથી શું આને વિકાસ કહેવામાં આવે અને વિકાસ થાય છે તો કોનો થાય તે પણ એક મોટો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે અર્જુન કરમટા બાટવા.